Western Times News

Gujarati News

બજાજ ફાયનાન્સે ૧૦ વર્ષમાં આપેલું 36257 ટકા રિટર્ન

નવીદિલ્હી, બજાજ ફાયનાન્સ કંપનીની માર્કેટ વેલ્યુ એસેટ્‌સની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ કરતા વધારે થઇ ગઇ છે. કંપનીની માર્કેટ મુડી મંગળવારના દિવસે ૨.૩૨ લાખ કરોડ થઇ ગઇ હતી. જ્યારે એસબીઆઈની માર્કેટ મુડી ૨.૨૮ લાખ કરોડ થઇ ગઇ છે. બીએફએસઆઇ વર્ગમાં આ દ્રષ્ટિએ બજાજ ફાયનાન્સ પાંચમા નંબરે પહોંચી ગઇ છે.

છેલ્લા પાંચ વર્ષમાં બજાજ ગ્રુપની નાણાંકીય સેવા આપનાર કંપનીના કારણે શેયર હોલ્ડર્સને જારદાર ફાયદો થયો છે. કંપનીના શેર પ્રાઇસમાં ૧૩.૪૧ ગણો વધારો થયો છે. એટલે કે ૧૩૪૧ ટકા સુધીનો ઉછાળો તેના શેરમાં રહ્યો છે. પાંચ વર્ષમાં એસબીઆઇના શેરમાં માત્ર ૫.૬૨ ટકાનો વધારો થયો છે.

એનબીએફસીને ફંડ એકત્રિત કરવામાં પરેશાની થઇ રહી છે. બજાજ ફાયનાન્સ કંપની પર તેની કોઇ અસર દેખાઇ રહી નથી. શેરબજારમાં બુધવારના દિવસે ગાંધી જયંતિના દિવસે રજા રહી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આઇએલએન્ડ એફએસના ડિફોલ્ટ કરવામાં આવ્યા બાદ એકબાજુ મોટા ભાગના એનબીએફસીને ફંડ એકત્રિત કરવામાં મુશ્કેલી નડી રહી છે. કેટલાક બંધ થવાના આરે છે. જ્યારે બજાજ ફાયનાન્સ પર આની કોઇ અસર થઇ રહી નથી. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં જ બજાજ ગ્રુપની નાણાંકીય સેવા આપનાર કંપનીમાંથી શેરહોલ્ડર્સને ભારે ફાયદો થયો છે. આ ગાળા દરમિયાન કંપનીના શેર પ્રાઇસમાં ૧૩.૪૧ ગણો વધારો થયો છે.

બજાજ ફાયનાન્સમાં રોકાણકારોનો રસ યથાવત રહેલો છે. તેની એસેટ ક્વોલિટી અને અને પ્રોફિટેબિલિટી મોટા લેન્ડર્સ કરતા વધારે યોગ્ય છે. બજાજ ફાયનાન્સ દ્વારા છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં ૩૬૨૫૭ ટકાનો રિટર્ન આપ્યો છે. આનો અર્થ એ થયો કે જો આપે પહેલી ઓક્ટોબર ૨૦૦૯ના દિવસે એક લાખ રૂપિયાનુ રોકાણ કર્યુ હોત તો આજે આપની પાસે ૩.૬૪ કરોડ રૂપિયા આવ્યા હોત. સસ્તા વેલ્યુએશન છતાં જાણકાર લોકો એસબીઆઈને લઇને સાવધાની રાખવા માટે કહી રહ્યા છે. વિદેશી બ્રોકરેજ કંપની મોર્ગન સ્ટેઇન્લીએ સ્ટોકના રેટિંગ ઘટાડીને ઇક્વલવેટ કરી દીધા છે. બ્રોકરેજ હાઉસે કહ્યું છે કે, એસેટ ક્વોલિટી અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઉપર દબાણના કારણે એસબીઆઈના શેર પ્રાઇઝમાં ઝડપથી આગળ વધવાની શક્યતા દેખાઈ રહી નથી. એચડીએફસી બેંક માટે આ આંકડો ચાર અને એસબીઆઈ માટે આ આંકડો એકનો રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.