બજારોમાં કોવિડ નિયમોનું પાલન થઇ રહ્યું નથી : દિલ્હી હાઇકોર્ટ
નવીદિલ્હી: દિલ્હી હાઇકોર્ટે દેશની રાજધાનીના બજારોમાં કોવિડ ૧૯થી જાેડાયેલ દિશા નિર્દેશોનો ભંગને ધ્યાનમાં લઇ અધિકારીઓને કડક પગલા ઉઠાવવા અને દુકાનદારોને જાગૃત કરવા કહ્યું છે.હાઇકોર્ટે આ સુનાવણી તે તસવીરોને જાેઇ કરી જે વ્હાટ્સએપ પર સર્કુલેટ થઇ રહી છે અને તેમાં જાેવા મળી રહ્યું છે કે દિલ્હીના બજારોમાં આવનારા લોકો માસ્ક પણ લગાવી રહ્યાં નથી
અદાલતે આ મામલા પર કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટીસ જારી કરતા સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા કહ્યું છે હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે રાજધાનીમાં કોરોના સંક્રમણના વધુ પ્રસારને રોકવા માટે કડકમાં કડક પગલા ઉઠાવવા નિશ્ચિત રીતે જરૂરી છે.
દિલ્હી હાઇકોર્ટે આગળ કહ્યું કે કોવિડ ૧૯ના દિશા નિર્દેશોના આવા ભંગથી સંક્રમણની ત્રીજી લહેરને પ્રોત્સાહન મળશે જેનેે બિલકુલ પણ મંજુરી આપી શકાય તેમ નથી અમે દિલ્હીમાં ત્રીજી લહેરને આમંત્રણ આપી શકીએ નહીં.
હાઇકોર્ટે અધિકારીઓને કહ્યું છે કે પાટનગરમાં કોવિડ ગાઇડલાઇનનું કડક પાલન કરાવવામાં આવે હાલમાં લોડકાઉનના નિયમોમાં છુટ આપવામાં આવી છે પરંતુ નાગરિકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરી રહ્યાં નથી નાગરિકો માસ્ક વગર ફરી રહ્યાં છે આથી આવા બેજવાબદાર લોકો સામે કડક પગલા ઉઠાવાય