બજારોમાં ખજૂર, ધાણી, હાયડાના ઢગ ખડકાયા
સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં હોળી-ધૂળેટીના પર્વની અસર દેખાઈ-ધુળેટીના દિવસે ગામડાંઓમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
બાયડ, સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં હોળાસ્ટક બેસતાં જ હોળી ધુળેટીના પર્વની અસર દેખાઈ રહી છે. જીલ્લાભરમાં ભારતીય સંસ્કૃતિના આ સૌથી મોટા તહેવારોનો ઉત્સાહ જાેવા મળી રહયો છે. અને સૌ કોઈ ઉત્સવને ઉજવવા થનગની રહયા છે.
ત્યારે ધુળેટી નિમીત્તે ગ્રામ્ય વિસ્તારમાં દંગલ ન મચે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય લેવાયો છે. જયારે વિવિધ પ્રકારની પીચકારીઓ અને રંગોના બજારોમાં ઢગ ખડકાયા હતા અને હોળી નિમીત્તે ગોઠમાગનારાઓ પણ ફાગણ આયો…ફાગણ આયોના ગીતો ગાઈ હોળી-ધુળેટીના પર્વને વધાવતા જાેવા મળ્યા હતા.
સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાની સરહદને અડીને જ રંગીલા રાજસ્થાનની સરહદ શરૂ થાય છે. જયારે જીલ્લાના સરહદ નજીકના ગામોનો ધનીષ્ઠ નાતો જાેડાયેલો હોવાથી જીલ્લામાં હોળી -ધુળેટીનું પર્વમાં રાજસ્થાનની છટા અચુક જાેવા મળતી હોય છે.
જીલ્લામાં રંગોનું પર્વ નજીક આવતા ધામધુમથી ઉજવણી થવાની હોવાથી પ્રજામાં તેનો જબરો ઉત્સાહ જાેવા મળી રહયો છે. જીલ્લામાં રાત્રીના શુભ મુહુર્તમાં હોલીકા દહનના કાર્યક્રમો પણ આયોજીત થશે જીલ્લામાં હોળી નિમીત્તે તમામ વિસ્તારોમાં જેમ ના પ્રસંગો પણ શરૂ થયા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં હોળીના પર્વની કંઈક અલગ જ અદા જાેવા મળી રહી છે
જીલ્લામાં ખેતી અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા કામદારો રાજસ્થાન તથા પંચમહાલના હોવાથી આ વિશેષ મહત્વ હોવાથી તમામ શ્રમજીવીઓ તહેવારો ઉજવવા માટે વતન રવાના થઈ જતાં કવોરીઉધોગ તથા સીરામીક ઉધોગ સહીત બાંધકામ ક્ષેત્રે મીની વેકેશન જેવો માહોલ જાેવા મળી રહયો છે. જીલ્લામાં હોળી-ધુળેટી પર્વના સપ્તાહ અગાઉ પીચકારી ખજૂર, ધાણી તથા રંગના ઢગ બજારમાં ખડકાયા છે.