બજેટમાં વ્યક્તિગત કરદાતા માટે ટેક્સ રેટમાં ઘટાડો થશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે પર્સનલ ઇન્કમ ટેક્સ રેટમાં ઘટાડો કરવાની યોજના ધરાવે છે. સાથે સાથે ઈક્વિટીરોકાણમાંથી લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં કાપ મુકવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.
સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે આર્થિક વિકાસની ગતિને વેગ આપવા માટે હિલચાલ શરૂ થઇ ચુકી છે. નાણાંપ્રધાન બજેટ તૈયાર કરવા માટે બજેટ પહેલાની વાતચીતમાં લાગી ગયા છે. સંબંધિત વિભાગો સાથે વાતચીત થઇ રહી છે. ફાયનાસ્યિલ સર્વિસને લઇને પણ વાતચીત ચાલી રહી છે. ખાનગી મુડીરોકાણઁને વધારી દેવા માટે આયાત ડ્યુટીમાં વધારો કરાશે કે કેમ તેની ચર્ચા પણ ચાલી રહી છે.
આ વર્ષે મોદી સરકારે નવા મેન્યુફેકચરર માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ૧૫ ટકા કર્યો છે. બજેટ પહેલાની વાતચીતનો સિલસિલો શરૂ થઇ ચુક્યો છે. આને ભાગરૂપે પ્રથમ દિવસે આઈટી, સ્ટાર્ટઅપ, મોબાઇલ ડિવાઇઝ સેકટર સાથે જાડાયેલા પ્રતિનિધિઓ નાણામંત્રી નિર્મલા સીતારામને મળ્યા હતા અને આગામી વર્ષે પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટ પહેલા પોતાની માંગણી રજૂ કરી હતી જેમાં આઈટી ઇન્ડસ્ટ્રી દ્વારા સેઇઝમાં સર્વિસ કંપનીઓ માટે ૧૫ ટકા કોર્પોરેટ ટેક્સ રેટ માટેની માંગ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ડિપટેક સ્ટાર્ટઅપ માટે ફંડ સ્થાપિત કરવા અને મેન્યુફ્ક્ચરિંગ ક્ષમતાને વધારવા એક ક્લસ્ટરની રચના કરવાની રજૂઆત કરવામાં આવી હતી. બજેટ પહેલાની વાતચીતના દોરમાં આઈટી સેક્ટર દ્વારા પ્રથમ દિવસે પોતાની રજૂઆતો કરવામાં આવી હતી. બે કલાક સુધી ચાલેલી બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા નાસ્કોમના સિનિયર ડિરેક્ટર અને પબ્લિક પોલિસી હેડ આશિષ અગ્રવાલે કહ્યું હતું કે, અમે એવું સૂચન કર્યું છે કે,
મેન્યુફેક્ચરિંગ કોર્પોરેટ ટેક્સ રેટમાં ઘટાડો કરવામાં આવે અને આ ટેક્સ રેટને ઘટાડીને ૧૫ ટકા સુધી કરવામાં આવે. વાસ્તવિકતા છે કે, સેઇઝમાં મુશ્કેલી દેખાઈ રહી છે. આર્થિક વિકાસને વધારવા અને માંગને તીવ્ર બનાવવા પર્સનલ ઇન્કમટેક્સના રેટમાં ઘટાડો કરવા સરકાર આગળ વધી રહી છે.
આર્થિક વિકાસદર હાલમાં જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ૪.૫ ટકાની છ વર્ષની નીચી સપાટીએ છે. આ વર્ષ અગાઉ મોદી સરકારે અન્ય કેટલાક મહત્વપૂર્ણ પગલા લીધા હતા. સરકારી અધિકારીઓના કહેવા મુજબ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇનના સંબંધમાં દરખાસ્ત ઉપર પણ વિચારણા ચાલી રહી છે. મૂડીરોકાણને આકર્ષિત કરવાની મુખ્ય યોગ્ય રહેલી છે.