Western Times News

Gujarati News

બજેટમાં ૩૦ ટકા વધારે રકમ આપવાની રેલવેની રજૂઆત

ગયા વર્ષે ૫૩૦૬૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર-૨ તેનુ બીજુ બજેટ રજૂ કરવાને લઇને ઉત્સુક છે. ત્યારે જુદા જુદા વિભાગો ઉપરાંત રેલવે દ્વારા પણ તેની રજૂઆત કરવામાં આવી ચુકી છે.  જેમાં રેલવેના વિજીળીકરણ, ટ્રેક ડબલિંગ અને સ્ટેશનોને આધુનિક બનાવવાની કામગીરી ચાલી રહી છે જેથી રેલવેને વધારે નાણાંની જરૂરીયાત દેખાઇ રહી છે.યાત્રીઓ પર વધારે કોઇ બોજ લાદવાની રેલવે મંત્રાલયની કોઇ યોજના નથી.

રેલવે દ્વારા વધારે રકમની માંગ સાથે પોતાની યોજનાને અમલી કરવાની યોજના ધરાવે છે. તમામ લોકો જાણે છે કે રેલવે બજેટને હવે સામાન્ય બજેટની સાથે જ રજૂ કરવામાં આવે છે. પહેલા રેલવે દ્વારા અલગ બજેટ રજૂ કરવામાં આવતુ હતુ.

હવે એક સાથે બજેટ રજૂ કરવામાં આવે છે. મોદી સરકારે ઐતિહાસિક ફેરફાર કરીને વર્ષ ૨૦૧૭માં આને સામાન્ય બજેટની સાથે રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદથી આ રેલવે બજેટ પણ સામાન્ય બજેટની સાથે જ રજૂ કરવામાં આવે છે.
જુદી જુદી અપેક્ષાઓ વચ્ચે હવે રેલવે મંત્રાલય દ્વારા સરકાર પાસેથી ૪૦-૬૦ ટકા વધારે રકમની માંગ કરવામાં આવી છે. ગયા વર્ષે ૫૩૦૬૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. રેલવે દ્વારા પોતાના આધારભુત માળખાના વિકાસ માટે નાણાં મંત્રાય પાસેથી વધારાના બજેટની માંગ કરી છે.

રેલવેની દલીલ છે કે બજેટમાં વધારે નાણાં મળવાની Âસ્થતીમાં રોકાઇ પડેલી યોજનાને ટ્રેક પર લાવી શકાશે. સાથે સાથે યાત્રીઓ માટે વધારે સુવિધા ઉભી કરવામાં આવશે. રેલવેના એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે છેલ્લા બજેટમાં અંદાજપત્રીય સહાયતાના સ્વરૂપમાં રેલવેને ૫૩૦૬૦ કરોડ રૂપિયાની રકમ મળી હતી.  જા કે છેલ્લા એક વર્ષના ગાળામાં રેલવે દ્વારા વિજળીકરણ , ટ્રેક ડબલીકરણ, સ્ટેશનોની જાળવણી સહિત કેટલીક યોજનાઆમાં તેજી લાવી શકે છે. ડીઝલની કિંમતોમાં હાલમાં જારદાર તેજી આવી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.