બજેટ બાદ સોનાની કિંમતમાં ઘટાડો
મુંબઇ, નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ પુરૂ થતાની સાથે જ સોનું 1200 રૂપિયાથી વધારે સસ્તુ થઈ ગયું છે. મલ્ટી કમોડિટી એક્ચેંજ પર બજેટ ખત્મ થતા જ સોનાના વાયદાના ભાવમાં ભારે ઘટાડો દાખલ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય નાણાકિય મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે, સરકાર સોનુ અને ચાંદી પર સીમા શુલ્કને તાર્કિક બનાવી રહી છે. નાણામંત્રીએ કહ્યુ કે, નેફ્થા પર સીમા શુલ્કને ઘટાડી 2.5 ટકા કરી દેવામાં આવ્યું છે.
બપોરે 1 વાગ્યે 10 ગ્રામ સોનાની વાયદા કિંમતોમાં 1286 રૂપિયાનો ઘટાડો દાખલ કરવામાં આવી રહ્યો છે. 1286 રૂપિયાના ઘટાડા બાદ 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 49,717 રૂપિયા પર આવી ગયો છે. તો ચાંદીની કિંમતની વાત કરીએ તો અહીંયા તેજી દાખલ કરવામાં આવી રહી છે. ચાંદીની વાયદા કિંમતોમાં 3164 રૂપિયાનો તીવ્ર વધારો નોંધાયો છે. એક કિલો ચાંદીના વાયદાના ભાવ 72870 રૂપિયા પર પહોંચી ગયા છે.
જણાવી દઈએ કે, બજેટ પહેલા સોના અને ચાંદીમાં તેજી જોવા મળી રહી હતી. MCX પર ફેબ્રુઆરી ડિલિવરીવાળું સોનુ 274 રૂપિયાની તેજીની સાથે 49370 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ખુલ્યુ. સવારના 9.05 વાગ્યે આ 185 રૂપિયાની તેજીની સાથે 49281 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યુ હતુ. ચાંદીની ડિલિવરીમાં પણ આ સમયે તેજી જોવા મળી રહી હતી. આજે સવારે MCX પર માર્ચ ડિલિવરીવાળી ચાંદી 1944 રૂપિયાની તેજીની સાથે 71650 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર ખુલ્યું. સવારના 9.10 વાગ્યે આ 4167 રૂપિયાની તેજીની સાથે 73873 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. મે ડિલિવરીવાળી ચાંદી આ સમયે 4048 રૂપિયાની તેજીની સાથે 74789 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહી હતી.
બજેટ 2021 બાદ સોનાની કિંમતમાં ભારે ઘટાડો ચાલુ છે. એન્જલ બ્રોકિંગના ડિપ્ટી વાઈસ પ્રેસિડેંટ (કમોડિટી એન્ડ રિસર્ચ) અનુજ ગુપ્તાએએ કહ્યું કે, વર્તમાનમાં સોના પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘણી વધારે છે. આ સમયે આ 12.5 ટકા છે. તે સિવાય 3 ટકાનું GST અલગથી લાગે.