Western Times News

Gujarati News

બજેટ સત્ર માટે અશાંત ધારામાં સુધારા કરવા તખ્તો ઘડાયો

 

સુધારામાં મંજુરી લીધા વગર મિલ્કત વેચાઈ હશે તો ૩થી૭ વર્ષની જેલ તથા મિલ્કત જપ્તની
જાગવાઈ :  સમાન ધર્મની વ્યકિતને મિલ્કત વેચનારાને અશાંતધારામાંથી મુકિત આપવા માંગણી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : એક દાયકા પહેલા અમદાવાદ સહિત રાજયના અનેક નાના-મોટા શહેરોમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતાં. એક કોમ બજી કોમ તરફ ઘણાની દ્રષ્ટિએ જાતો હતો ઠેરઠેર લોહીની નદીઓ વહેતી હતી ત્યારે હિદુઓ ડરના માર્યા તેમની મિલ્કતો તથા મુસ્લીમ બિરાદરો તેમની મિલ્કતો પાણીના ભાવે વેચી સ્થાળાંતર કરતા હતાં; કેટલાક કિસ્સાઓમાં દાદાગીરીથી મિલ્કતો પડાવી લેવાના બનાવો સરકારના ધ્યાનમાં આવવા ૧૯૯૧માં રાજયસરકારના અશાંત ધારા ૧૯૯૧માં એક કાયદો ઘડયો આ કાયદા હેઠળ કોઈપણ હિન્દુ કે મુસ્લીમ સરકારની મંજુરી વગર તેમની મિલ્કત વેચી કે તબદીલ કરે શકે નહી. આ કાયદો મંજુર થતાં જ કાયદો રાજયમાં અમલમાં આવ્યો હતો.

આ કાયદા હેઠળ હિન્દુને તેની મિલ્કત હિન્દુને વેચવી હોય તો પણ સરકારની મંજુરી લેવી પડતી હતી તેને રીતે મુસ્લીમ કોમને પર તેમની મિલ્કત મુસ્લીમ કોમને પણ મંજુરી લીધા વગર વેચી શકાતું ન હતું. ૧૯૯૧ બાદ બે દાયકાઓમાં રાજયમાં કોઈ ઠેકાણે રમખાણ થયા નથી. કોમ કોમ વચ્ચે ફેલીતુઝી પણ અમૃતમાં ફેલાઈ ગયું ત્યારે લોકોની બુમો ઉઠવા પામી છે. આ કાયદામાં સુધારો કરવો જરૂરી છે. સમાન ધર્મની વ્યકિતને મિલ્કત વેચે તો તેને આ ધારામાંથી મુકિત મળવી જાઈએ, અર્થાથ મંજુરી લેવી જરૂરી નથી.

આજે કોર્ટોમાં અશાંતધારાને કારણે મંજુરી લીધા વગરના અથવા મંજુરી આપવામાં વિલંબ થવાને કારણે ઘણા દસ્તાવેજા પેન્ડીંગમાં છે. આજે મંજુરી મેળવવામાં ઓછામાં ઓછા ૩થી૪ મહીના લાગી જાય તો કયારેક ૧ર મહીના પણ થઈ જાય છે. અશાંતધારામાં સુધારો કરવા માટે અનેક શહેરોમાંથી લોકોએ માંગણી કરતા અંતે સરકારને પણ સુધારા કરવા નિર્ણયોલીધો હોવાના સુત્રો તરફથી જાણવા મળે છે. સરકાર હાલમાં વિચારણા કરી રહી છે કે જયારે કોમ-કોમમાં શાંતિ છે.

સહુ ભાઈચારાને વર્ણવીછે. ત્યારે પ્રજા તરફથી સુચનો ધ્યાનમાં લેવા જરૂરી છે.તાજેતરમાં અશાંતવધારામાં સુધારા કરવા માટે ચર્ચા કરાવ રેવેન્યુ મંત્રીએ એક બેઠક બોલાવી હતી. જેમાં રેવન્યુ વિભાગ તથા ગૃહવિભાગના અધિક સચિવો સામે તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા. ચર્ચા વિચારણાની અંતે કેટલાક સુધારા-સાથે એક ડ્રાફટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે વિધાનસભાના બજેટ સત્રમાં ચર્ચા માટે મુકવામાં આવશે તેમ સુત્રો જણાવી રહયા છે.

એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે મંજુરી મેળવ્યા વગર મે મિલ્કતવેચાણ થયું હશે, અને સરકારની જાણમાં આવશે તો કાયદામાં ઓછામાં ઓછી ૩ વર્ષની તથા વધુમાં વધુ ૭ વર્ષની જેલની જાગવાઈ છે. ઉપરાંત મિલ્કત જપ્ત પણ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.