Western Times News

Gujarati News

બજેટ ૨૦૨૦ઃ શેર બજાર શનિવારે ખુલ્લું રહેશે

મુંબઇ, બોમ્બે સ્ટોક એક્સચેન્જે એક પરિપત્ર જાહેર કર્યો છે કે સ્થાનિક શેરબજાર ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના એટલે કે શનિવારે બજેટના દિવસે ખુલ્લું રહેશે અને તેમાં કારોબાર પણ થશે. વ્યવસાયનો સમય સામાન્ય રીતે સવારે ૯ઃ ૧૫ થી બપોરે ૩ઃ૩૦ સુધી રહેશે. એક્સચેન્જનો પ્રી-ઓપન ટ્રેડ સવારે ૯ થી સવારે ૯ઃ ૧૫ દરમિયાન થશે. સામાન્ય રીતે શેર બજારો શનિવારે બંધ રહે છે. સ્થાનિક શેર બજારો શનિવારે બજેટને લઇને ખુલશે તેવું આ પહેલીવાર નહીં બને. આ અગાઉ, પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીએ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ ને શનિવારે બજેટ રજૂ કર્યું હતું અને તે દિવસે શેર બજારો ખુલ્લા રહ્યા હતા. આ બજેટથી અર્થતંત્રના તમામ ક્ષેત્રો તેમ જ શેરબજારને વધારે અપેક્ષાઓ છે. કારણ કે તે ખૂબ જ મહત્વપૂર્ણ સમયે આવી રહ્યું છે, જ્યારે દેશ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે અને ફુગાવાનો દર ખૂબ ઉંચો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.