Western Times News

Gujarati News

બજેટ 2022ઃ ઈન્કમ ટેક્સના સ્બેલમાં કોઈ ફેરફાર નહિં

31st July 2022 last day for Incometax filing

બજેટ 2022-23 માટે કરદાતાઓ માટે કોઈ મહત્વની જાહેરાત કરાઈ નથી. પરંતુ કોર્પોરેટ ટેક્સ 18 ટકામાંથી ઘટાડી 15 ટકા કરાયો છે. જેને કારણે કંપનીઓ પર ટેક્સનું ભારણ ઓછું થશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ટેક્સ કપાતનો દર 10 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવ્યો છે. આનાથી કર્મચારીઓને સામાજિક સુરક્ષા લાભો આપવામાં મદદ મળશે અને તેઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓ વતી સુવિધાઓ મેળવી શકશે.

હાલના ઇન્કમટેક્સ સ્લેબ
– 2.5 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ
– 2.5 લાખથી 5 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ
– 5થી 10 લાખની આવક પર 20 ટકા ટેક્સ
​​​​- 10 લાખથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ

કરદાતાઓને રાહત આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે હવે કરદાતાઓ તેમની ભૂલો સુધારી શકશે અને 2 વર્ષની અંદર અસેસમેંટ યર અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકશે. આ સાથે સહકારી સંસ્થાઓ ઉપરનો ટેક્સ ઘટાડીને ૧૫ ટકા કરાયો છે. સ્ટાર્ટ અપને વધુ એક વર્ષનો કર લાભ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે.

ક્રિપ્ટો કરંસી પર 30 ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સિતારમનની આ અંગે મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે  નુકસાન થાય તો પણ ટેક્સ ભરવો પડશે.

જો કે બજેટ 2022-23માં આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ અંગે મહત્વની જાહેરાત થવાની આશા લોકોને હતી. પરંતુ તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કો-ઓપરેટિવ સરચાર્જ 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.