બટાકાના ભાવ વધવાના આ રહ્યા કારણો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: બટાકાના ભાવ પ્રતિ કિલોએ રૂા.૩પ -૪૦ ની આસપાસ પહોંચતાં જ ભારે દેકારો ગૃહિણીઓમા જાેેવા મળ્યો હતો. જે બટાકા ૧પ-ર૦ રૂપિયે મળતા હતા તેના ભાવ શ્રાવણ મહિનામાં જ વધેલા જાેઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ કૃષિક્ષેત્રે સંકળાયેલા નિષ્ણાંતો આ બાબતને રૂટીન ગણાવી રહ્યા છે.
ચોમાસાની ઋતુમાં વેલાવાળા શાકભાજી બગડી જતાં હોય છે અને સિઝન સિવાયના શાકભાજી નહીં ખાનારા મોટાભાગના હોય છે. તેથી સ્વાભાવિક છે કે બટાકાની માંગ નીકળતી હોય છે.
વળી, શ્રાવણ માસમાં ચોમાસામાં તહવારોની મોસમ અને ઉપવાસ કરવાવાળાઓ વેફર્સ સહિતની બટાકાની ચીજવસ્તુઓ (ફરાળી) ખાતા હોય છે. જેને લીધે મોટી મોટી કંપનીઓ બટાકાનો મોટા પ્રમાણમાં અગાઉથી જ ઉપાડ કરી લેતા હોય છે.
વળી, મોટા મોટા ગોડાઉનવાળાઓ જેમણે બટાકાનો સ્ટોક કરી રાખેલો હોય છે તેઓ પણ વધારે કમાવાની તકની રાહ જાેતા હોય છે. તેથી શ્રાવણ મહિનામાં જ બટાકાના ભાવ વધેલા જાેવા મળે છે. ‘લગભગ તમામ ફરાળી વાનગીઓ બફવડા, ફરાળી સેવ, બટાકાની સૂકી ભાજી સહિતની વસ્તુઓ બટાકામાંથી બનાવાય છે. શ્રાવણનો આખો મહિનો લોકો શિવમય તો હોય છે. પણ સાથે સાથેે બટાકામય પણ જઈ જાય છે. કારણ કે ફરાળીમાં બટાકા સિવાય મઝા આવતી હોતી નથી. સમગ્ર મહિનામાં અન્ય તહેવારો હોય છે. સાતમના દિવસે બટાકાની સૂકી ભાજી ખાનાર વર્ગ વિશાળ હોય છે. તેથી જ આ મહિનામાં બટાકાના ભાવ રોકેટ ગતિએથી વધે છે.