બટાટા આઠ મહિના સુધી સ્ટોરેજ કરી શકાશે, સ્વાદ ખરાબ નહીં થાય

(એજન્સી) સિમલા, દેશના ખેડૂતો હવે આઠ મહિના સુધી બટાટા સંગ્રહ સરળતાથી કરી શકશે. કેન્દ્રીય બટાટા સંશોધન સંસ્થાન (સીપીઆરઆઈ)ના વિજ્ઞાનીઓએ બટાટા સંગ્રહ કરવા માટે ખાદ્યતેલોના છંટકાવ (સ્પ્રે)ની નવી સફળ પધ્ધતિને શોધી કાઢેી છે. હવે હટાટામાં આઠ મહિના સુધી અંકુર નહીં ફુટે અને બટાટાનો સ્વાદ પણ ખરાબ નહીં થાય. સંસ્થાને આવા સ્પ્રેેની પેટન્ટ કરાવવા અરજી પણ કરી દીધી છેે.
વિજ્ઞાનીઓ નવી પધ્ધતિથી તૈયાર થયેલા સ્પ્રેના કેટલાક અન્ય પાસાનો પણ અભ્યાસ કરી રહ્યા છે. પેટન્ટ મળી ગયા પછી બટાટા ઉત્પાદકો માટે આ નવીન સ્પ્રેે ઉપલબ્ધ થઈ જશે. બટાટા સંગ્રહ કરવા માટે આ અગાઉ ઉપયોગમાં લેવામાં આવતા સ્પ્રે આરોગ્યના કારણોસર ખતરનાક માનવામાં આવે છે.
વિશ્વના અનેક દેશો જૂની સ્પ્રેે છંટકાવ પધ્ધતિ પર પ્રતિબંધ લાદી ચુક્યા છે. તેથી સીપીઆરઆઈ ના વિજ્ઞાનીઓએ બટાટા વધુ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય એ હેતુસર આરોગ્ય સંબંધી એસરોને ધ્યાને ે રાખીને નવી પધ્ધતિથી સ્પ્રે તૈયાર કર્યુ છે.
સંસ્થાનના વિજ્ઞાનીનઓનું કહેવુ છે કે હાલમાં ૪૦ દિવસ સુધી બટાટાનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે છે. નવી પધ્ધતિથી તૈયાર થયેલા સ્પ્રેનો માત્ર એક જ વાર છંટકાવ કરવાથી ખાવાલાયક અને બટાટાના બીજને કોલ્ડ સ્ટોરેજમાં આઠ મહિના સુધી સુરક્ષિત રાખી શકાશે.
સંસ્થાનના વિજ્ઞાની ડો.અરવિંદ જયસ્વાલ કહે છે કે વિજ્ઞાનીઓએ ખાદ્ય તેલોની મદદથી સ્પ્રે તૈયાર કર્યુ છે. બટાટાનો આઠ મહિના સુધી સંગ્રહ કરી શકાય તેમાં સ્પ્રે મદદ કરશે.