Western Times News

Gujarati News

બડે અચ્છે લગતે હૈ ૨માં અંજુમ ફકીહની એન્ટ્રી થશે

મુંબઈ, એકતા કપૂરની સુપરહિટ સીરિયલ બડે અચ્છે લગતે હૈ ટુંક જ સમયમાં બીજી સીઝન સાથે પાછી ફરી રહી છે. બડે અચ્છે લગતે હૈની બીજી સીઝન ૩૦ ઓગસ્ટથી પ્રસારિત થવાની છે. સીરિયલના પ્રોમો દર્શકોને ઘણાં પસંદ આવી રહ્યા છે અને ફેન્સ આતુરતાથી શૉની રાહ જાેઈ રહ્યા છે. શૉમાં નકુલ મહેતા અને દિશા પરમાર મુખ્ય ભૂમિકામાં છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ અંજુમ ફકીહની પણ એન્ટ્રી થવાની છે.

અંજુમ આ શૉમાં પ્રિયા(દિશા પરમાર)ની નાની બહેનના રોલમાં જાેવા મળશે. અંજુમ પોતાની આ નવી સીરિલયને કારણે ઘણી ખુશ છે. પોપ્યુલર શૉ કુંડલી ભાગ્યમાં પ્રીતાની બહેન સૃષ્ટિનું પાત્ર ભજવનારી અંજુમે તાજેતરમાં પોતાના નવા પ્રોજેક્ટ વિષે વાત કરતાં જણાવ્યુ હતું કે, હું આ આઈકોનિક શૉનો ભાગ બનીને ખુશ છું.

આ સીરિલયમાં મારું પાત્ર ઘણું અલગ છે. મને એક એક્ટર તરીકે ઘણી નવી વસ્તુઓ શીખવા મળશે. અંજુમે કહ્યું કે, બડે અચ્છે લગતે હૈ ૨ એક લવ સ્ટોરી છે. દર્શકોને સાસુ વહુના ડ્રામાથી છૂટકારો મળી જશે. હું શૉના મારા કો-સ્ટાર્સ સાથે બોન્ડિંગ વધારવાનો પ્રયાસ કરી રહી છું જેથી ફેન્સ આ શૉની વાર્તા સાથે જાેડાઈ શકે.

ઉલ્લેખનીય છે કે અંજુમ સિવાય આ સીરિયલમાં કસૌટી ઝિંદગી કી ૨ની સ્ટાર શુભાવી ચોકસી પણ જાેવા મળશે. લીડ રોલમાં નકુલ મહેતા અને દિશા પરમાર છે. ચેનલ દ્વારા બડે અચ્છે લગતે હૈ ૨ના પ્રોમો રિલીઝ કરવામાં આવ્યા છે. આ પ્રોમોએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. લોકો પ્રોમો જાેઈને સીરિલય જાેવા માટે ઉત્સુક છે.

પ્રોમોમાં જાેઈ શકાય છે કે રામ અને પ્રિયા મીઠી તકરાર કરી રહ્યા છે. રામ અને પ્રિયાની આ લવ સ્ટોરીમાં કેવા વળાંક આવશે અને તેમણે કયા પડકારોનો સામનો કરવો પડશે તે હવે સીરિયલ શરુ થશે ત્યારે જ જાણી શકાશે. અત્યારે તો ફેન્સ આતુરતાથી તેની રાહ જાેઈ રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.