‘બડે મિયાં છોટે મિયાં’ના એડવાન્સ બુકિંગમાં છપ્પરફાડ કમાણી
રિલીઝ પહેલાં વેચાઇ હજારો ટિકિટ
૧૨ હજાર ટિકિટોના વેચાણની સાથે ફિલ્મએ પહેલાં જ બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મ હોવાની હિન્ટ આપી દીધી છે
મુંબઈ,અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ રિલીઝ પહેલાં ખૂબ લાઇમલાઇટમાં રહે છે. ફિલ્મએ એડવાન્સ બુકિંગમાં ધમાલ મચાવી દીધી છે. મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થાય એ પહેલાં એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયુ છે. ‘બડે મિયાં છોટે મિયાં’ની ટિકિટોનું એડવાન્સ બુકિંગ બહુ ઝડપથી થઇ રહ્યુ છે. આ વચ્ચે એડવાન્સ બુકિંગના પહેલાં દિવસનું કલેક્શન સામે આવ્યુ છે. આ કલેક્શન જોતા સ્પષ્ટ રીતે એવુ લાગી રહ્યુ છે કે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ પહેલાં દિવસે જબરજસ્ત કમાણી કરશે.
સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર અલી અબ્બાસ જફર દ્રારા નિર્દેશિત ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના એડવાન્સ બુકિંગના પહેલાં દિવસે ૧૨૦૦૦ થી વધારે ટિકિટ વેચીને લાખો રૂપિયાની કમાણી કરી લીધી છે. ૧૦ એપ્રિલના રોજ મોટા પડદા પર મુવી રિલીઝ થાય ત્યારે તમે પહેલી વાર અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફને એક્શન કરતા સાથે જોઇ શકશઓ. ૧૨ હજાર ટિકિટોના વેચાણની સાથે ફિલ્મએ પહેલાં જ બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મ હોવાની હિન્ટ આપી દીધી છે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની એક્શન, કોમેડી અને રોમાન્સથી ભરપૂર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ની રિલીઝ પહેલાં ૧૨૦૦૦થી પણ વધારે ટિકિટો વહેચાઇ ગઇ છે.
ફેન્સ આ મુવીને લઇને સુપર એક્સાઇટેડ છે. આમ વાત કરવામાં આવે તો ‘બડે મિયાં છોટે મિયાં’ અને અજય દેવગનની મેદાન ફિલ્મ બન્ને એક સાથે રિલીઝ થશે. બન્ને ફિલ્મને લઇને ફેન્સમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે આ બન્ને મુવીમાંથી કોન કોણે ટક્કર આપે છે એ જોવાનું રહ્યું.‘બડે મિયાં છોટે મિયાં’ફિલ્મમાં ધમાકેદાર એક્શન જોવા મળવાની છે. મેકર્સે સ્ટંટ અને એક્શન સીન્સને કમાલના બનાવવા માટે રિયલ લોકેશન પર શૂટિંગ કર્યુ છે. મેકર્સનું કહેવુ છે કે આ બધા સ્ટંટ્સ રિયલ છે
અને ફિલ્મમાં ઓછામાં ઓછા વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મેદાન ફિલ્મ ૧૦ એપ્રિલ ૨૦૨૪ના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે. અજય દેવગન સ્ટારર આ ફિલ્મ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ પર આધારિત છે. બોની કપૂર, આકાશ ચાવલા, અરુણવ જોય સેનગુપ્તા અને ઝી સ્ટૂડિયો દ્રારા નિર્મિત આ ફિલ્મમાં અજય સિવાય પ્રિયામણિ, રુદ્રનીલ ઘોષ અને ગજરાજ રાવ પણ છે. આ સિવાય અજય, ઔરો મેં કહાં દમ થા, સિંઘમ અગેન, રેડ ૨, ગોલમાલ ૫, દે દે પ્યાર દે ૨ જેવી ફિલ્મોમાં નજરે પડશે.ss1