બડોદરા ગામે સિંચાઇની જમીનમાં દૂધ ઉત્પાદક મંડળીએ મકાન તાણી બાંધ્યું
અરવલ્લી:અરવલ્લી જીલ્લામાં ગૌચર અને સરકારી પડતર જમીનો પર સ્થાનિક લોકોએ કબ્જો કરી ગેરકાયદેસર નાના- મોટા બાંધકામો કરી દબાણ કરી ભોગવટો કરી દીધો છે જીલ્લાના ગૌચરોની મોટાભાગની જમીન ખેતરોમાં ભળી ગઈ છે મોડાસા તાલુકાના બડોદરા ગામે નવી વસાહતમાં સિંચાઈ વિભાગની જમીન પર ગેરકાયદેસર દૂધ મંડળીનું મકાન તાણી બાંધવામાં આવ્યું હતું દૂધ મંડળીની બાજુમાં મંદિર પણ સંચય વિભાગની જમીનમાં નિર્માણ કરવામાં આવ્યું હોવા
અંગેની અરજદારે ગેરકાયદેસર દબાણ દૂર કરવા કોર્ટ માં રીટ કરતા જીલ્લા કલેકટરે દબાણ દૂર કરવાનો આદેશ કરતા સિંચાઈ વિભાગે મોડાસા રૂરલ પોલીસ સાથે રાખી દબાણ તોડવાની કામગીરી હાથધરી હતી
બડોદરા ગામ નજીક વાત્રક પુનર્વસવાટ માટેની સિંચાઈ વિભાગની જમીનમાં નવી વસાહત પાસે દૂધ મંડળીનું ગેરકાયદેસર પાકું મકાન તાણી બાંધવામાં આવ્યું હતું
તેની આજુબાજુ અન્ય બે નાના-મોટા દબાણો પણ કેટલાક શખ્શોએ કરી દૂધ મંડળી નજીક મંદિર નિર્માણ કરવામાં આવતા સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના મોટા કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી આજુબાજુના વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દૂધ મંડળીનું પાકું મકાન સહીત આજુબાજુના દબાણ જેસીબી થી દૂર કરવામાં આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા
સિંચાઈ વિભાગના એન્જીનીયર દિપક પંડ્યાના જણાવ્યા અનુસાર બડોદરા નવી વસાહત નજીક સિંચાઈ વિભાગની જમીનમાં દબાણ કરી ઉભું કરાયેલ દૂધ મંડળીનું મકાન દૂર કરવામાં આવ્યું છે અને મંદિર સિંચાઈ વિભાગને સોંપી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું