બદલાતી ઋતુમાં બાળકને શરદી અને ઉધરસ થાય છે!
બાળકોને શરદી-ઉધરસ જેવી સમસ્યાથી રાહત આપવા માટે તેમને બે થી ચાર ચમચી અજમાનું પાણી આપો
નવી દિલ્હી: ઋતુ બદલાવાને કારણે નાના બાળકોને શરદી-ઉધરસ થવી તે એક સામાન્ય બાબત છે, પરંતુ તેના કારણે બાળકો ખૂબ જ પરેશાન થાય છે. બાળકોને આ રીતે તકલીફમાં જાેઈને માતા-પિતા પણ ચિંતામાં મુકાઈ જાય છે. શરદી-ઉધરસ જેવી સમસ્યા માટે માતા-પિતા બાળકોને ડૉકટર પાસે લઈ જવા નથી ઈચ્છતા અને બાળકોને દવા આપવા પણ નથી ઈચ્છતા. કેટલાક ઘરેલુ અપનાવાથી બાળકોને આ સમસ્યાથી બચાવી શકાય છે. બાળકોની શરદી-ઉધરસ જેવી સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાયો અહીં જણાવવામાં આવ્યા છે. બાળકોને શરદી-ઉધરસ જેવી સમસ્યાથી રાહત આપવા માટે તેમને બે થી ચાર ચમચી અજમાનું પાણી આપો. અજમાના પાણી માટે એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી અજમો નાખીને તેને ઉકાળી લો. અડધો ગ્લાસ પાણી વધે ત્યાં સુધી તે પાણીને ઉકાળો.
બાળકોને થોડી થોડી વારે બે થી ચાર ચમચી અજમાનું પાણી આપો. જાે બાળક મોટુ છે તો તમે તેને અજમાનું પાણી આપી શકો છો. આ પાણીથી બાળકને શરદી-ઉધરસમાં રાહત થશે. શરદી-ઉધરસથી રાહત મેળવવા માટે બાળકોને હળદરવાળું દૂધ આપો. દૂધમાં હળદર નાખીને તેને ગરમ કરી લો અને હુંફાળુ થવા પર બાળકને આપો. જાે તે માટે કાચી હળદરનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક રહેશે. બાળકને દિવસમાં ઓછામાં ઓછો બે વાર ઉકાળો પીવડાવો. જા બાળક નાનું છે તો એકથી બે ચમચી ઉકાળો પીવડાવો. બાળક મોટુ હોય તો તમે અડધો કપ ઉકાળો આપી શકો છો.
તમે બજારમાંથી કોઈપણ સારી કંપનીનો ઉકાળો લાવીને બનાવી શકો છો. જાે શક્ય હોય તો તમે ઘરમાં તુલસી, તજ, લવિંગ, મરી અને આદુનો ઉકાળો બનાવી શકો છો. વરાળ આપવાથી બાળકને શરદી-ઉધરસથી રાહત મળે છે. બાળકને દિવસમાં ઓછામાં ઓછી એકવાર વરાળ આપો. સૂતા પહેલા વરાળ આપવી વધુ લાભદાયી છે.
જાે બાળક વરાળ નથી લેતુ અને તમને લાગે છે કે બાળક ક્યાંક ગરમ પાણી ઢોળશે તો તમે પાણીનું વાસણ અથવા મશીનને જમીન પર રાખીને બાળકને બેડ પર ઊંધો સૂવડાવી શકો છો. બાળકનું આખુ શરીર બેડ પર રાખો અને ચહેરો કિનારા પર બહારની બાજુ રાખો. બાળકને સરખી રીતે પકડી લો જેથી તે પડી ના જાય. આ રીતે કરવાથી બાળક સરળતાથી વરાળ લઈ શકે છે.