બદલાયો હતો બપ્પી લહેરીનો અવાજ, મશીનથી લેતા હતા શ્વાસ
મુંબઈ, બોલિવુડના ડિસ્કો કિંગ બપ્પી લહેરીનું ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રાત્રે ૧૧.૪૫ કલાકે અવસાન થયું હતું. ગુરુવારે બપોરે બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દીકરા બપ્પા લહેરીએ કાળજું કઠણ કરીને પિતાને મુખાગ્નિ આપ્યો હતો. જ્યારે દીકરી રીમાની રડી-રડીને હાલત ખરાબ થઈ હતી. રીમા પિતા બપ્પી લહેરીના પાર્થિવ દેહને વળગીને ક્યાંય સુધી રડતાં રહ્યા હતા.
બપ્પી લહેરીના નિધને પરિવારને ઊંડો આઘાત અને મનોરંજન ઈન્ડસ્ટ્રીને ઝટકો આપ્યો છે. અમારા સહયોગી ઈટાઈમ્સે બપ્પી લહેરીની સારવાર કરનારા પલ્મનોલોજીસ્ટ ડૉ. દીપક નામજાેશી સાથે વાતચીત કરી છે. જેમાં તેમણે છેલ્લા દિવસોમાં બપ્પી દાની હાલત કેવી હતી તેની વિગતવાર માહિતી આપી છે.
“ના, બપ્પી દાને લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ હતી. હા તેમને એપ્રિલ ૨૦૨૧માં કોરોના થયો હતો પરંતુ અત્યારે જે થયું તેને કોવિડ બાદના કોમ્પ્લિકેશન ના ગણી શકાય. આ વખતે જે થયું તે ર્ંજીછ (ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા) અને સ્થૂળતાના કારણે છાતીમાં થયેલા ઈન્ફેક્શનના લીધે હતું. ઘણાં સ્થૂળ લોકોને ર્ંજીછની સમસ્યા થાય છે”, તેમ ડૉ. નામજાેશીએ જણાવ્યું.
ડૉ. નામજાેશીએ કહ્યું, “હા, તેમનો અવાજ બદલાયો હતો કારણે નાઈટ બ્રીધિંગ માટે તેઓ બાયપાસ મશીન પર હતા. જ્યારે કોઈ બાયપાસ મશીન પર હોય ત્યારે તેના કારણે ગળામાં ડ્રાયનેસ થાય છે જેના લીધે અવાજ બદલાય છે.” હા, હકીકતે ૨-૩ મહિના પહેલા બપ્પી દાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે બપ્પા તેમની સાથે હોસ્પિટલમાં રોકાયો હતો. છેલ્લા એક વર્ષમાં બપ્પી દાને ૩-૪ વખત હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ વખતે તેમને ૨૯ દિવસ એડમિટ રાખવા પડ્યા અને તેમાંથી ૧૫ દિવસ તેઓ આઈસીયુમાં હતા. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર રહેતા હતા અને આવા કેસોમાં આ પ્રકારનું પરિણામ આવી શકે છે”, તેમ ડૉક્ટર નામજાેશીએ ઉમેર્યું.
ડૉ. નામજાેશીએ જવાબ આપતાં કહ્યું, “ના કોઈ મોટી સમસ્યા નહોતી. પરંતુ ર્ંજીછમાં કોઈપણ અંગ ગમે ત્યારે ફેઈલ થઈ શકે છે, ખાસ કરીને હૃદય ફેઈલ થવાની સંભાવના વધુ છે. શરીરમાં રાસાયણિક ફેરફારો થાય છે અને તેના કારણે કાર્બન ડાયોક્સાઈડનું સ્તર ઊંચે જાય છે અને લોહીનું લેવલ બદલાય છે.”
અમે કંઈ કહી ના શકીએ કારણકે તેમને પુનઃજીવિત કરવા અમારી પાસે ખૂબ ઓછો સમય હતો. પરંતુ આ કારણ હોઈ શકે છે. જ્યારે તેમને એમ્બ્યુલન્સમાં અહીં લાવવામાં આવ્યા ત્યારે સ્થિતિ નાજુક હતી. અમે હોસ્પિટલમાં તેમને પુનઃજીવિત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ….જે થયું તે ખૂબ દુઃખદ છે.SSS