“બધાઇ હો”ની સિક્વલ “બધાઈ દો” નું શૂટિંગ શરૂ થઈ ગયું
મુંબઈ: સુપરહિટ ફિલ્મ બધાઇ હોની સિક્વલ ‘બધાઈ દો’ નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં છે. જંગલી પિક્ચર્સની આ ફિલ્મનું શૂટિંગ જાેરશોરથી ચાલી રહ્યું છે. ભૂમિ અને રાજકુમાર પણ આ ફિલ્મમાં તેમના પાત્રો માટે સખત મહેનત કરી રહ્યા છે.
તાજેતરમાં જ ફિલ્મના સેટ પરથી ભૂમિ પેડનેકરનો એક ફની વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ભૂમિ જણાવી રહી છે કે તેણે ‘બધાઈ દો’ ના સેટ પર શું કરવાનું છે.
હકીકતમાં તો આ વીડિયોમાં ભૂમિ પેડનેકર પોતાના માટે કંઈક બનાવતી જાેવા મળી રહી છે. ભૂમિ આ વીડિયોમાં રમૂજી સ્વરમાં ફરિયાદ પણ કરી રહી છે કે કલાકારોએ ‘બધાઇ દો’ નાં સેટ પર પોતાનું જમવાનું પોતે જ રાંધવું પડે છે અને હાડ ધ્રુજાવતી ઠંડીમાં ઉનાળાનાં દ્રશ્યો તેમની પાસેથી શૂટ કરાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ, જ્યારે રાજકુમાર રાવ વિશે વાત કરવામાં આવે તો તેઓ અત્યારે ‘બધાઈ દો’ માં તેમની ભૂમિકા માટે બોડી ટ્રાન્સ્ફોર્મેશન માટે સખત મહેનત કરી રહ્યો છે.
એક્સરસાઇઝ કરતી વખતે તેણે પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. જુઓ, રાજકુમાર રાવનો આ ફોટો તેના ફેન્સને ગમ્યો હતો. તમને જણાવી દઈએ કે સુપરહીટ ફિલ્મો બનાવતા જંગલી પ્રોડક્શન્સ દ્વારા નિર્માણિત આ ફિલ્મ ‘બધાઈ દો’ નું ડાયરેક્શન ડિરેક્ટર હર્ષવર્ધન કુલકર્ણી કરશે,
જે વર્ષ ૨૦૧૫ની શરૂઆતમાં ફિલ્મ ‘હન્ટર’ ડિરેક્ટ કરી ચુક્યા છે. ફિલ્મમાં રાજકુમાર રાવ દિલ્હી પોલીસ અધિકારીની ભૂમિકામાં જાેવા મળશે જે મહિલા પોલીસ સ્ટેશનમાં એકમાત્ર પુરુષ છે જ્યારે ભૂમિ પેડનેકર પીટી શિક્ષિકાની ભૂમિકા ભજવશે.