Western Times News

Gujarati News

બધાને સતત હસાવતો કપિલ દીકરી અનાયરા સામે ફેઈલ

મુંબઈ: ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીના કોમેડિયન કપિલ શર્માએ પોતાના શો ધ કપિલ શર્મા શોમાં ભલભલાને હસાવીને બેવડા વાળી દે છે પરંતુ હાલ જ તેણે શોમાં એક ખુલાસો કર્યો કે કઈ રીતે તેની પત્ની ગિન્નીએ તેને શીખડાવ્યું હતું કે રોતા બાળકને કઈ રીતે ચૂપ કરવું. તેમણે આ વાત હાલમાં જ એક એપિસોડમાં જણાવી હતી.

જ્યારે નેહા કક્ડ અને તેનો પતિ રોહનપ્રીત ગેસ્ટ તરીકે આવ્યા હતા. કપિલના આ શોમાં નેહા કક્કડ અને રોહનપ્રીતે ખૂબ જ એન્જાેય કર્યું હતું. તમને જણાવી દઈએ કે કપીલે પોતાના આ શોમાં નેહા કક્કડ અને રોહનપ્રીત સથે એક ગેમ રમી હતી.

તેમણે કપલને એક એક ડોલ આપી હતી અને કહ્યું હતું કે આને એ રીતે ટ્રીટ કરો કે જાણે તે એક સાચું બાળક હોય. પછી બંનેને કપિલે સવાલ કર્યો કે તેઓ રોતા બાળકને કઈ રીતે હસાવશે? જે બાદ તેમનો જવાબ સાંભળી અને જાેઈને કપીલે પોતાના રિયલ લાઇફનો એક કિસ્સો શેર કર્યો હતો

જેમાં તેણે કહ્યું કે તેની દીકરી અનાયરા રોતી હતી ત્યારે પોતે તેને હસાવી શકતો નહોતો. આ સમયે પત્ની ગિન્નીએ તેને આ ટ્રિક શિખવાડી હતી. તેણે કહ્યું કે જ્યારે મારી દીકરી અનાયરા ખૂબ નાની હતી અને રોતી હતી ત્યારે તેને કોઈ આઇડિયા નહોતો કે તેને કેવી રીતે ચૂપ કરવાની છે. કપિલે કહ્યું કે તેની પત્ની ગિન્ની તેને તરત જ શાંત કરીને હસાવવા લાગતી હતી.

ત્યારે પત્ની ગિન્નીએ તેને શિખડાવ્યું કે રોતા બાળક સામે ફની અને વિચિત્ર ફેસ બનાવીને તેને હસાવી શકાય છે. તમને જણાવી દઈએ કે કપિલ અને ગિન્ની ચતરથે ૧૨ ડિસેમ્બર ૨૦૧૮માં લગ્ન કર્યા હતા અને ૧૦ ડિસેમ્બર ૨૦૧૯માં તેમણે એક ખૂબ જ સુંદર દીકરી અનાયરાને જન્મ આપ્યો હતો.

હવે કપલ બીજુ સંતાન અંગે તૈયારી કરી રહ્યુ હોવાના પણ સમાચાર છે. દિવાળી પહેલા જ ‘કિસ કિસ કો પ્યાર કરું’ ફિલ્મનો એક્ટર કપિલ અમૃતસર પહોંચ્યો હતો. તેણે સુવર્ણ મંદિરમાં દર્શન પણ કર્યા હતા. કપિલ હાલ પોતાનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યો છે. કપિલ ધ કપિલ શર્મા શો હોસ્ટ કરે છે સાથે જ તેણે નવી વેબ સીરીઝ પણ સાઈન કરી છે.

થોડા દિવસ પહેલા કરવા ચોથ વખતે કપિલની નજીકની મિત્ર અને કોમેડિયન ભારતી સિંહે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું. વિડીયોના અંતમાં ગિન્ની જાેવા મળી હતી અને તેનો બેબી બંપ પણ દેખાતો હતો. ભારતી અને ગિન્નીએ અન્યો સાથે મળીને કરવા ચોથ સેલિબ્રેટ કરી હતી. દિવાળીની તસવીરો સામે આવી હતી તેમાં પણ ગિન્ની પોતાનો બેબી બંપ ખુરશીની પાછળ છુપાવતી જાેવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ કપિલ અને ગિન્નીનું બીજું બાળક હશે. હાલ કપિલ અને ગિન્નીની ફૂલ જેવી દીકરી અનાયરા છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.