બધી ચીજ વસ્તુઓ મોંઘી સામાન્ય માણસો હેરાન : રાહુલ ગાંધી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/rahul-gandhi-1024x576.jpg)
File
નવીદિલ્હી: ભારતમાં વધતી મોંઘવારી સામાન્ય માણસ માટે એક ચિંતાનો પ્રશ્ન બની ગયો છે. વધતી મોંઘવારીને કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે. ત્યારે રાહુલ ગાંધીએ ફરી ટ્વીટર પર ટ્વીટ કરીને મોદી સરકાર પર વાર કર્યા છે. જે ટ્વીટમાં સરકાર દ્વારા જે ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. તે મુદા પર તેમણે જાેર આપ્યું છે.
ટ્વીટર પર ટ્વીટ કરીને તેમણે કહ્યું કે બધી ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. સામાન્ય માણસો હેરાન થઈ રહ્યા છે. પરંતુ શું આ વસ્તુનો થોડો પણ ફાયદો નાના ઉત્પાદકો, દુકાનદારો અને ખેડૂતોને થઈ રહ્યો છે ?. સાથેજ રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે મોદી સરકાર દ્વારા અંધાધૂન જે ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. તેના કારણે મોઘવારી વધી ગઈ છે.
તેમણે મોંધવારી, ખેડૂત આંદોલન અને પેગાસસના મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાંધ્યુ હતું. જેમા તેમણે કહ્યું સરકાર સંસદનો સમય વેડફી રહી છે. ઉપરાંત તેમણે કહ્યું કે સંસદમાં કાર્યવાહી સમયે પણ વિપક્ષને બોલવા રોકવામાં આવે છે. આ સમગ્ર મામલે પણ તેમણે ટ્વીટર પર ટ્વીટ કરી હતી.વધતી મોંઘવારીને કારણે મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે કોરોના મહામારી હજુ સમાપ્ત નથી થઈ ત્યારે આવા સમયે લોકો સામે મોંઘવારી પણ વધી રહી છે. જેના કારણે લોકોના ખીસ્સા ખાલી થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અવાર નવાર ટ્વીટર પર ટ્વીટ કરીને મોદી સરકાર પર પ્રહાર કરતા હોય છે. અગાઉ તેમણે
ખાવા પિવાની વસ્તુઓના ભાવ વધારાને લઈને ટ્વીટર ટ્વીટ કરી હતી. તે સિવાય તેમણે પેટ્રોલ ડિઝલના ધતા ભાવને લઈને ટ્વીટ કર્યું હતું જેમા તેમણે કહ્યું હતું કે મોંઘવારીનો વિકાસ યથાવત છે.