Western Times News

Gujarati News

બધુ જ આરપાર દેખાય એવું પેન્ટ પહેરીને નીકળી ઉર્ફી

મુંબઈ, અજીબોગરીબ ફેશન માટે વિખ્યાત ઉર્ફીએ હવે તો હદ કરી છે. એક હોટલમાં તે પ્લાસ્ટિકનું ટ્રાન્સપેરેટન્ટ પેન્ટ પહેરેલી જાેવા મળી. સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઈ રહી છે. બોલીવુડની નવી ઈન્ટરનેટ સેન્સેશન એટલે ઉર્ફી જાવેદ. ઉર્ફી એવા એવા કપડા પહેરે છે કે લોકોની નજરો ત્યાં ટકી જાય છે.

પણ આ વખતે તો એણે હદ કરી દીધી છે. બિકિની સાથે ટ્રાન્સપેરેન્ટ પેન્ટ પહેરીને ઉર્ફી બહાર નિકળી અને તસવીરો કેમેરામાં કેદ થઈ. ઉર્ફીનો એક લેટેસ્ટ વીડિયો વાયરલ થયો છે જેમાં તેણે પર્પલ બિકીની પહેરી છે અને એના પર સાવ પારદર્શક પેન્ટ.

પાછું આવું પહેરીને તે મુંબઈની એક આલિશાન હોટેલમાં પહોંચી. જ્યાં જેણે ઉર્ફીને જાેઈ તે જાેતા જ રહી ગયા. લાઈટ પર્પલ બિકીની સાથે ઉર્ફી પેન્ટ પર જાેવા મળી. સાથે તેણે હાઈ હિલ્સ અને ઈયર રિંગ્સ સાથે લૂકને કમ્પલીટ કર્યો. ખુલ્લા વાળણાં ઉર્ફી સરસ દેખાતી હતી.

વીડિયોમાં તમે જાેશો કે જેવી ઉર્ફી હોટેલની અંદર દાખલ થઈ કે તરત લોકો તેમને જાેવા લાગ્યા. જાે કે ઉર્ફી પોતાની ધૂનમાં જ હતી અને તેણે દિલકશ પોઝ આપ્યા હતા. આ પહેલા પણ ઉર્ફીએ સફેદ શર્ટમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે ખાલી શર્ટ જ પહેર્યો હતો.

જેમાં તે એકદમ સેન્સ્યુઅસ લાગી રહ્યો છે. આ લૂકને તેણે હેવી ચોકર સાથે કમ્પલીટ કર્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં તેણે કહ્યું હતુ, નો પેઈન નો ગેઈન.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.