બનારસના ઘાટો પર આલિયા અને રણબીર લટાર મારતા નજરે પડ્યા
મુંબઇ, સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરએ ફરી એક વાર પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ ફરીથી શરૂ કરી દીધુ છે. બંને એક સાથે આજે બનારસના ઘાટ પર જાેવા મળ્યા હતા. જ્યાં રણબીર કપૂરે સફેદ ટી-શર્ટ અને વાદળી રંગનું ડેનીમ તથા લાલ શર્ટ સાથે હતો.
જ્યારે આલિયા ભટ્ટ પીળા રંગના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મમાં બંને એક સાથે પહેલીવાર કામ કરી રહ્યા છે.
આ ફિલ્મ ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. વારાણસીમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઘાટમાંથી બહાર નીકળતા હોય એવો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં આલિયા ભટ્ટ ઓરેન્જ સ્લીવલેસ ક્રોપ ટોપ અને બૂટ્સની સાથે યલો સ્કર્ટમાં છે. તે ગરમીથી બચવા માટે હાથમાં નાનો પંખો લઈને જતી નજરે પડી રહી છે.
એક સીન શૂટ થયા બાદ રણબીર તેની સાથે ચાલતો નજરે પડી રહ્યો છે. આલિયા અને રણબીરને સોમવારે વારાણસી જવા માટે રવાના થતા જાેવામાં આવ્યા હતા. એ સમયે આલિયા ભટ્ટ એક સફેદ ક્રો ટોપ અને ડેનિમમાં હતી. જ્યારે રણબીર કપૂર એક સફેદ ટી શર્ટ અને કાળા રંગના ડેનિમમાં હતો.
તેઓ એ સમયે એક સાથે ફ્લાઈટમાં જતા પહેલાં મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા. વાત કરવામાં આવે ફિલ્મની તો બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ ઈશા અને રણબીર કપૂર શિવની ભૂમિકામાં નજરે પડશે. આ સિવાય અમિતાભ બચ્ચન, નાગાર્જુન અક્કિનેની અને મૌની રોય પણ મુખ્ય ભૂમિકાઓમાં જાેવા મળશે.
ગયા અઠવાડિયે આલિયા ભટ્ટની ૨૯મી બર્થડે નિમિત્તે એક નાનકડું ટીઝર પણ જાહેર કરવામાં આવ્યું હતું. ૩૧ સેકન્ડના ટીઝરની શરૂઆતમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને ઈશા અને શિવના રૂપમાં બતાવવામાં આવ્યા હતા. એ પછી તેઓએ ફિલ્મમાં પોતાનો અલગ લૂક બતાવ્યો હતો. આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કરતા લખ્યું હતું કે, મને જન્મદિવસની શુભેચ્છાઓ.
ઈશાને મળા માટે સારો દિવસ અને સારી રીત ન વિચારી શકુ. અયાન માય વંડર બોય. આઈ લય યુ. ધન્યવાદ. #Bramhastra. આ ફિલ્મની સ્ટોરી ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત છે. જે હિન્દિ, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે. બ્રહ્માસ્ત્રનો બીજાે અને ત્રીજાે ભાગ ૨૦૨૪ અને ૨૦૨૬માં આવશે.SSS