Western Times News

Gujarati News

બનાવટી દસ્તાવેજો બનાવી દુકાન પચાવવાનો પ્રયાસ

અમદાવાદ, દુકાનના માલિકને જ બનાવટી દસ્તાવેજાેના આધારે ડરાવી ધમકાવી કબજાે મેળવવાની કોશિશ કરનાર લાકડા ગેંગના મુખ્ય સાગરીત વિરુદ્ધ અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. સાથે બનાવટી દસ્તાવેજ ક્યાં બનાવ્યા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જાેકે આ ગુનામાં ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અમરાઈવાડી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીઓના નામ યોગેશ ગુપ્તા અને શ્રીકાંત ઉર્ફે લાલો છે. જે બંને લાકડા ગેંગ સાથે સંકળાયેલ છે. યોગેશ ગુપ્તા લાકડાંનો મુખ્ય સાગરીત છે. પરંતુ પોલીસે આરોપીઓની ધરપકડ અન્ય કોઈ જુના ગુનામાં નહીં પરંતુ તાજેતરમાં જ નોંધાયેલા છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજ બનાવવાના ગુનામાં કરી છે. એટલે કે આરોપી યોગેશ ઉર્ફે દાદા ગુપ્તાએ અમરાઈવાડીના પિલ્લર નંબર ૫૫ સામે આવેલી દુકાનના મૂળ માલિક સંદિપ ગુપ્તાને ડરાવી બનાવટી દસ્તાવેજાેની મદદથી દુકાન પર કબ્જાે મેળવવા માંગતો હતો.

જે અંગે પોલીસને હકિકત મળતા તપાસ બાદ ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. બનાવટી દસ્તાવેજાે અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે, સંદીપ ગુપ્તાએ આ દુકાન ૧૭ જાન્યુઆરીના રોજ દુકાનના મૂળ માલિક નારાયણ સિંહ ચૌહાણ પાસેથી ખરીદી હતી. જે દુકાનના ડોક્યુમેન્ટ જાેવાના બહાને તેના ફોટા પાડી તેના આધારે બનાવટી દસ્તાવેજાે બનાવી તેને આગની જ્વાળા પાસે રાખી પેપરના પીળા બનાવીને જુના હોવાનો ડોળ કર્યો હતો.

જાેકે પોલીસે તપાસમા હકિકત સામે આવી કે, મુખ્ય માલિક નારાયણ સિંહને ૨૦ દિવસ પહેલા ડરાવી ઝેરોક્ષ પર સહી લેવામા આવી હોવાનુ સામે આવ્યુ છે. જાેકે આરોપી ત્યાં ન અટકી પોતાના ડોક્યુમેન્ટ સાચા હોવાનો દાવો કરી કોર્ટ કમિશન પણ મેળવવા કાર્યવાહી કરી હતી. ઝડપાયેલ આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે, પોલીસ કાર્યવાહી ન કરે અને કબ્જાે મેળવી લેવાય તે માટે કોર્ટ મા પણ અમરાઈવાડીના બે પીએસઆઇ વિરુદ્ધ અરજી કરી હતી. જેથી પોલીસ પર દબાણ લાવી શકાય. જાેકે પોલીસે આ ગુનામા સંડોવાયેલ અન્ય ફરાર ૨ આરોપી ની શોધખોળ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.