બનાવટી પોલીસ બનીને ખેડૂત પાસેથી માસ્ક નથી પહેર્યા તેમ કહીને નાણાં પડાવતા બે ઇસમોને ઝડપી પાડતી સેવાલિયા પોલીસ

ઠાસરા ના વાડદ રોડ પર આવેલા તલાવડી નજીક બે ઈસમો તે પોલીસની ઓળખ આપી ખેતરે જતા ખેડુત બાઈક લઈ જતા હતા તેને રોકી કહું કે તમે માસ કેમ પહેરેલ નથી જેથી તમારે ૫૦૦ રૂપિયા દંડ ભરવો પડશે અને જો તમે દંડ નહી ભરો તો અમે તમને જેલમાં પુરી દઈશું તેમ કહી રૂપિયા ૫૦૦ પડાવી લીધા હતા અને ૫૦૦ રૂપિયાની પાવતી ન આપી હતી
અને અન્ય એક ખેડૂત પાસે પણ ૫૦૦ રૂપિયા કાઢી લઈ ફરાર થઈ ગયા હતા અને આ બનાવની જાણ ખેડૂતોએ સેવાલિયા પોલીસ સ્ટેશન ફરિયાદ કરી હતી વધુ વિગતમાં જાણવા મળ્યું કે વાડદ ગામે રહેતા ઈલિયાસ હુસેન શેખ મોઢે રૂમાલ બાંધી બપોરે બાઈક લઈ પોતાના ખેતર માં જવા નીકળ્યા હતા તેઓ વાડદ ઠાસરા રોડ ઉપર આવેલ તલાવડી આગળથી પસાર થતા હતા ત્યારે તે વખતે સફેદ કલરની અલ્ટો કાર નંબર જીજે જીરો સેવન બી.એન ૧૭૩૯ રોડ પર ઉભી હતી.
અને તેમાંથી બે ઈસમો ઉતરીને કારમાંથી બહાર આવ્યા અને ઇલિયાસ હુસેનને ઉભા રાખી ને કેવા લાગ્યા કે અત્યારે કોરોના વાયરસ અંગે લોક ડાઉન ચાલે છે તમે માસ્ક કેમ નહીં પહેર્યો એમ કહી ૫૦૦ રૂપિયા દંડ આપવો પડશે દંડ નહીં ભરો તો જેલ માં મૂકી દઈશું તેમ કહી જબરજસ્તી ખિસ્સામાંથી ૫૦૦ રૂપિયા કાઢી લીધા હતા જેથી ઈલિયાસ હુસેન પાવતી માંગતા તેઓએ આપી ન હતી.
અને બીજા એક બાઈક વાળા નસરૂલા મલેક પાસેથી તેમને ઊભા રાખી ૫૦૦ રૂપિયા પડાવી લીધા હતા આ સંદર્ભે ઈલિયાસ હુસેને સેવાલિયા પોલીસ સ્ટેશનમાં આ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ કરતા સેવાલિયા પોલીસે આ બે ઈસમો જે નામે ભાવેશભાઈ ઇશ્વરભાઇ પટેલ અને બીજા ઈસમ જયેશભાઈ પ્રવિણસિંહ પરમાર આ બંને રહે ઠાસરા નાઓને પકડી લઈ તેમના વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે (તસવીર સાજીદ સૈયદ નડિયાદ)