બનાસકાંઠાના અનેક જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા
પાલનપુર, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છની ધરા વારંવાર ધ્રુજતી હતી ત્યારે હવે બનાસકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે આ આંચકો રાત્રે અનુભવાયો હતો બનાસકાંઠાના વાવ નજીક ભૂકંપનો આંચકો આવ્યોે હતો જે ૩.૪ની તીવ્રતાનો હતો રાત્રે ૮.૫૦ મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો જેમાં ભૂકપનું કેન્દ્ર બિંદુ વાવથી ૫૨ કિલોમીટર દુર પાકિસ્તાની તરફ હતું.જાે કે આ ભૂકંપથી કોઇ જાનહાની થઇ નથી.
આ ભૂકંપ આવ્યો ત્યારે લોકો જાગતા હતાં અને તેઓ તરત ઘરની બહાર નિકળી ગયા હતાં. ગુજરાતના ભૂકંપના પાંચ ઝોન છે જે પૈકી બનાસકાઠા જિલ્લો ભૂકંપના ઝોન ૩માં આવે છે.ગુજરાતમાં ભૂકંપ સૌથી સંવેદનશીલ વિસ્તાર કચ્છ છે જે ભૂકંપ ઝોન પાંચમાં આવે છે ત્યારબાદ ભૂકંપ ઝોન ચારમાં સૌરાષ્ટ્ર સહિતનો વિસ્તાર તેમજ ઝોન ત્રણમાં બનાસકાંઠા જીલ્લો આવેછે.કચ્છ અને સૌૈરાષ્ટ્રના વિસ્તારની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપની તીવ્રતા ઓછી હોઇ શકે છે.HS