બનાસકાંઠાના તબીબ ૨૦ દિવસથી ઘરે ગયા નથી

બનાસકાંઠા, અત્યારે કોરોના મહામારીના સમયમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક ડોક્ટર્સ, નર્સ સહિતના લોકો કોરોના વોરિયર્સ તરીકે દિવસ-રાત કામ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહેલા તબીબે પોતાને લગ્નની આઠમી વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરી હતી.
છેલ્લા ૨૦ દિવસથી તેઓ ઘરે ગયા નથી. ગઈકાલે પરિવારજનોના આગ્રહથી ઘરે ગયા બાદ બહાર ૧૦ ફૂટ દૂર ઊભા રહ્યાં હતાં. ત્યાં તેમની પત્નીએ બાળકો સાથે કેક કાપી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. ડીસાની ખાનગી હોસ્પિટલના તબીબ ડો. વિશાલ ઠક્કર જેઓ છેલ્લા ૨૦ દિવસથી તેમની હોસ્પિટલમાં સતત કોવિડના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
પોતાના પરિવારને કોરોના નો કોઈ ચેપ ન લાગે તે માટે ૨૦ દિવસ થી પોતાના માતા-પિતા, પત્ની અને બાળકોથી દૂર હોસ્પિટલમાં રહે છે એટલું જ નહીં પરંતુ તેમની હોસ્પિટલમાં કામ કરતા તમામ લોકો તેમની હોસ્પિટલમાં જ રહે છે. ગઈકાલે ડોક્ટર વિશાલ ઠાકરના લગ્નની આઠમી વર્ષગાંઠ હતી.
જેથી તેમની પત્ની બાળકો અને પરિવારના ખૂબ જ આગ્રહવશ થઇ તેઓ પોતાના ઘરે ગયા હતા. જાેકે ઘરે ગયા બાદ પણ ઘરની બહાર ઉભા રહ્યા રહી તેમના લગ્ન વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરી હતી તેમની પત્નીએ ઘરની અંદર બાળકો સાથે રહી કેક કાપી ઉજવણી કરી હતી.
જ્યારે ડોક્ટર વિશાલ તેઓ ઘરની બહાર ઉભા અનોખી ઉજવણી કરી હતી. અત્યારે ડોક્ટર વિશાલ ઠક્કર સાચા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહ્યા છે. સતત ૨૦ દિવસથી તેઓ પોતાના પરિવારથી દૂર રહી દર્દીઓને નવજીવન બક્ષી રહ્યા છે.