બનાસકાંઠામાં પોલીસની ગાડીમાં દારૂની હેરાફેરી
બનાસકાંઠા, ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ અહીં દરરોજ દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોય તેવા સમાચાર મળતા રહે છે. ગુજરાતમાં પાડોશી રાજ્યોમાંથી યેનકેન પ્રકારે દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવે છે.
દારૂની હેરાફેરી માટે બુટલેગરો અનવવી તરકીબો અજમાવતા હોય છે. જાેકે, અહીં જે બનાવ બન્યો છે તેણે ખૂબ જ ચર્ચા જગાવી છે. બનાસકાંઠા પોલીસે સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી બદલ ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે.
હકીકતમાં બનાસકાંઠા પોલીસની ટીમે રાજસ્થાન તરફથી આવતી અમદાવાદ CID ક્રાઇમના ડીવાયએસપીની ગાડીમાંથી ૧૭ પેટી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે CID ક્રાઇમની સરકારી ગાડીના ડ્રાઈવર વિષ્ણુભાઈ ચૌધરી અને જયેશભાઇ ચૌધરીને જેલના હવાલે કર્યા છે.
આ બનાવ ચોથી જૂનના રોજનો છે. રાત્રે ૯ વાગ્યાની આસપાસ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના વાઘોર ચાર રસ્તા ખાતે ઝ્રૈંડ્ઢ ક્રાઇમ અમદાવાદના સરકારી ગાડીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની પોલીસે ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે નાયબ પોલીસ અધિક્ષક લાંબી રજા પર હોવાથી તેમની ગાડીનો ડ્રાઇવર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકની નજર ચૂકવીને સરકારી બોલેરો ગાડીમાં અન્ય એક ઇસમને બેસાડી રાજસ્થાન તરફથી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો.
ગાડીમાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલ નંગ ૨૯૪ કે જેની કિંમત ૧,૨૧,૧૪૦ થાય છે તે જપ્ત કરી છે. આ મામલે કોન્સ્ટેબલ અને અન્ય એક ઇસમની ધરપકડ કરીને પાંથાવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શરૂઆતમાં પોલીસ તરફથી આ બનાવ અંગે ઢાંકપીછોડો કરવામાં આવ્યો હતો. દારૂ ઝડપાયાનો આ કિસ્સો નેતાઓ અને ઊચ્ચ પોલીસ અધિકારીઓ પછી પહોંચ્યો હતો.
જે બાદમાં ચાર કલાક પછી આ મામલો સામે આવ્યો હતો. પાંથાવાડા પોલીસે પણ શરૂઆતમાં આવું કંઈ બન્યું ન હોવાનું રટણ કર્યું હતું. આ ઉપરાંત મુદ્દામાલ અને સરકારી ગાડી પણ પોલીસ સ્ટેશન લાવવાને બદલે અન્ય જગ્યાએ લઈ જવામાં આવી હતી.
આ અંગેની ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે ડીવાયએસપી ક્રાઇમનો ડ્રાઇવર રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી દારૂ ભરીને ગુજરાતમાં આવી રહ્યો હતો.
આ દરમિયાન પાંથાવાડા પોલીસે તેની ધરપકડ કરી હતી. હવે સવાલ એ છે કે સરકારી ગાડીમાં કેટલા સમયથી દારૂની હેરાફેરી ચાલી રહી હતી? આ ઉપરાંત દારૂ શા માટે અને કોના માટે લાવવામાં આવી રહ્યો હતો? ગાડીમાં ડ્રાઇવર અને તેના ભાઈ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ પણ હતી કે નહીં? પોલીસ જાે આ કેસમાં ઊંડી તપાસ કરે છે તો ચોક્કસ આ સવાલોના જવાબ મળશે.SS1MS