બનાસકાંઠામાં લક્ઝરી-ટ્રેક્ટર ટકરાતાં મહિલાનું મોત, ૮ ઘાયલ
લાખણી, રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાંથી ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના લાખણી તાલુકાના આગથળા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અગથળા ગામ પાસે લક્ઝરી અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે અને ૮ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતક અને ઈજાગ્રસ્તો ટ્રેક્ટર પર બેસીને મજૂરીકામે જઈ રહ્યા હતા એ સમયે આ ગંભીર અકસ્માત તેમને નડ્યો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે ટ્રાફિક સર્જાયો હતો.
અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને કરી હતી. જે બાદ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, પોલીસે આ મામલે ગુનો નોંધીને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, લાખણી તાલુકાના ચિત્રોડ ગામથી ખેત મજૂરો ટ્રેક્ટર પર બેસીને મજૂરીકામ માટે જઈ રહ્યા હતા. એ સમયે ડીસાથી થરાદ હાઈવે પર લાખણી તાલુકાના આગથળા ગામ નજીક એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા લક્ઝરી બસના ડ્રાઈવરે તેને ટક્કર મારી હતી.
ટક્કર એટલી જાેરદાર હતી કે ટ્રેક્ટર પલટી ખાઈને દૂર સુધી ધસડાયુ હતુ. અકસ્માત વખતે જાેરદાર ધડાકો થતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક્ટર પર સવાર એક મહિલાના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું.
બીજી તરફ, અન્ય ૮ લોકો પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સને કરી હતી. જે બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધીને મૃતકના મૃતદેહનો કબજાે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
જાે કે, આ ગમખ્વાર અકસ્માત બાદ લક્ઝરી બસનો ડ્રાઈવર ઘટના સ્થળે જ બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે આ મામલે આગળની તજવીજ હાથ ધરી છે.ss2kp