બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં સાડા પાંચ ઈંચથી વધુ વરસાદ

બનાસકાંઠા : રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૩૦/૦૯/૨૦૧૯ સવારના ૬ કલાકથી બપોરના ૪ કલાક સુધી બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં સૌથી વધુ સાડા પાંચ ઈંચથી વધુ જ્યારે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યનાં ૧૭ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
છેલ્લા ૧૦ કલાકમાં બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં સૌથી વધુ ૧૪૨ મી.મી., સતલાસણામાં ૧૦૯ મી.મી., રાધનપુર માં ૯૮ મી.મી., કાંકરેજમાં ૮૭ મી.મી., દિયોદરમાં ૮૬ મી.મી., સિદ્ધપુરમાં ૭૯ મી.મી., પ્રાંતિજમાં ૭૩ મી.મી., પાટણમાં ૭૧ મી.મી., વિસનગરમાં ૬૯ મી.મી., સૂઇ ગામમાં ૬૫ મી.મી., હિંમતનગરમાં ૬૨ મી.મી., સરસ્વતીમાં ૬૧ મી.મી., હારીજમાં ૫૭ મી.મી., મહેમદાવાદમાં ૫૬ મી.મી., વડગામમાં ૫૨ મી.મી., સમીમાં ૫૧ મી.મી. અને કેશોદમાં ૫૦ મી.મી., એમ રાજ્યનાં કુલ ૧૭ તાલુકામાં સાડા પાંચ ઈંચથી બે ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યનાં ૩૫ તાલુકામાં એક થી બે ઈંચ સુધી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે