બનાસકાંઠા નાયબ માહિતી નિયામકની ગાંધીનગર ખાતે બદલી થતાં વિદાયમાન અપાયું

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૬ મહિનાથી નાયબ માહિતી નિયામક તરીકે ફરજ બજવતા શ્રી આઇ. એમ. ઠાકોરની ગાંધીનગર ખાતે માહિતી નિયામકશ્રીની કચેરીની આર. આર. શાખામાં બદલી થતા જિલ્લા માહિતી કચેરી પાલનપુરના સ્ટાફ ધ્વારા વિદાયમાન અપાયું હતું.
આ પ્રસંગે પાલનપુર કચેરીના કર્મચારીઓ ધ્વારા શ્રી આઇ. એમ. ઠાકોરનું શાલ ઓઢાડી, શ્રીફળ- સાકર અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ. શ્રી આઇ. એમ. ઠાકોરે પાલનપુર ખાતે સરસ કામગીરી કરી કર્મચારીઓ અને મિડીયાના મિત્રોમાં આદરભર્યુ સ્થાન મેળવ્યું છે.
આ પ્રસંગે સિનિયર સબ એડિટરશ્રી રેસુંગ ચૌહાણ, અધિક્ષકશ્રી નટુભાઇ પરમાર, સુપરવાઇઝરશ્રી ગુલાબસિંહ પરમાર, પાલનપુર સમાચારના વરિષ્ઠ પત્રકારશ્રી રશ્મિકાંત મંડોરા, ફેલો શ્રી પ્રવિણભાઇ દરજી, શ્રી ભરતભાઇ ચડોખીયા સહિત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.