બની શકે ક્યારેય કોરોનાનું નિદાન મળે જ નહિં: WHO
જીનિવા, કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને પોતાની ઝપેટમાં લઈ રાખી છે. સમગ્ર વિશ્વ આ દર્દની દવા શોધવામાં પૂરી તાકાત લગાવી રહ્યું છે. એવામાં ડબલ્યુએચઓએ એક ભયાનક ચેતવણી જાહેર કરી દીધી છે. સ્વાસ્થ્ય સંબંધી દુનિયાના સૌથી મોટા સંગઠનનું કહેવું છે કે વેક્સિન બનવાના દ્રઢ વિશ્વાસ વચ્ચે સંભવ છે કે કોરોના મહામારીનું પ્રભાવી સમાધાન ક્યારેય ન નીકળે, સાથે જ કહ્યું, હોઈ શકે છે કે સામાન્ય સ્થિતિ થવામાં લાંબો સમય લાગી શકે.
આખા દેશ-દુનિયામાં ૧.૮૧ કરોડથી વધારે લોકો આ મહામારીથી પ્રભાવિત છે અને લગભગ ૬.૮૮ લાખથી વધારે લોકોના અત્યાર સુધી મોત નીપજ્યાં છે. ડબલ્યુએચઓ ના ડાયરેક્ટર ટ્રેડોસ એડહોમ ધેબ્રેયસ અને સંગઠનના ઈમર્જન્સી ચીફ માઈક રયાને તમામ દેશો સાથે સ્વાસ્થ્ય ઉપાયોને કડકાઈથી લાગુ કરવાનુ આહ્વાન કર્યું છે. જેમાં માસ્ક પહેરવું, સામાજિક અંતર, હાથની સ્વચ્છતા અને તપાસ સામેલ છે.
ટેડ્રોસે જીનિવા સ્થિત મુખ્યાલયમાં વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તમામ લોકો અને સરકારનો સંદેશ બિલકુલ સ્પષ્ટ છે કે તમામ ઉપાયોને અપનાવો. તેમણે કહ્યું કે ફેસ માસ્કને દુનિયાભરમાં એકતાનું પ્રતીક બનવું જાેઈએ.