બનેવીએ ૧૯ લાખના ડ્રગ્સની હેરફેરમાં સાળીનો ઉપયોગ કર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
સુરત: સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા શહેરમાં નશાયુકત માદક પદાર્થનું વેચાણ કરતા ઈસમોને પકડી પાડવા માટે સતત પ્રયાસ કરી રાહ છે ત્યારે ગતરોજ એક મહિલાને મુંબઈથી ડ્રગ્સ લઈએં આવતા પોલીસે રેલવે સ્ટેશન ખાતે પકડી પડી હતી. જાેકે આ મહિલા તેના બનેવીના કહેવા પર આ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લઈએં આવી હતી. જાેકે ૧૯ લાખના ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ બાદ તેના બનેવીને પોલીસે ૨૪ કલાકમાં ઝડપી પડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરત માં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપાર ખુબજ જાેરમાં ચાલી રહ્યો છે
ત્યારે આ ડ્રગ્સના રવાડે શહેરનું યુવા ધન બરબાદ થઇ રહીયુ છે ત્યારે આ નશાનો કારોબાર કરતા ઈસમોને પકડી પાડવા માટે ખાસ ટિમો પોલીસ કમિશનર દ્વારા કામે લગાવામાં આવી છે ટાયરે પોલીસને હકીકત મળી હતી કે સગરામપુરા તલાવડી અઠવા રહેતી મહિલા યાસ્મીનબાનુ ઉર્ફે મન્ના કાદરમીયા શેખ મુંબઈ ખાતે થી પ્રતિબંધિત એફેડ્રોન ડ્રગ્સ જથ્થો લઈએં સુરત ખાતે આવાની છે. જાેકે આ બાતમીના આધારે પોલીસે વોચ રાખીને આ મહિલાને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ વજન ૧૯૯૭.૯૪ ગ્રામ કિં.રૂ .૧૯,૦૯,૮૦૦ રૂપિયા સાથે ઝડપી પાડી હતી.
જાેકે આ મહિલાને આ ડ્રગ્સનો જથ્થો તેના બનેવીએ લાવવા માટે મોકલી હતી. જેથી પોલીસે તેના બનેવી જે મૌ.સાજીદ સલીમ કુરેશી પકડી પાડવા અલગ અલગ ટિમ બનાવી કામે લાગી હતી. ત્યારે પોલીસે આ ઈસમને ૨૪ કલાકમાં ઝડપી લેવામાં સફળતા મળી હતી. જાેકે પકડાયેલ રોપીની પૂછપરછમાં આરોપી પોલીસ સામે મો.સાજીદ સલીમ કુરેશીનો ભાઈ નામે ગુલામસાબીર ઉર્ફે સમીર મો.સલીમ કુરેશી ને અગાઉ ૧૯૬ ગ્રામ ડ્રગ્સ સાથે અઠવા ભાગા તળાવ પાણીની ભીત ખાતેથી પકડી પાડેલ હતો જે અંગે અઠવા પોલીસમાં ગુનો પણ દાખલ કરેલ હતો.
આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતો જેથી હાલના આરોપીના ભાઈ ગુલામસાબીર ઉર્ફે સમીર નાનો જેલમાં જતા આ ડ્રગ્સનો વ્યવસાય પોતે કરવાનું વિચારેલ અને મુંબઈ ખાતેના ડ્રગ્સ સપ્લાયરનો સંપર્ક થતા છેલ્લા થોડા સમયથી ડ્રગ્સ વેચાણનો ધંધો શરૂ કરી મુંબઇ ( મહારાષ્ટ્ર ) ખાતે રહેતા સદરહુ ગુનાના વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સ મંગાવતો હતો. અને ગઈ તા ૨૭મીના રોજ પોતાની સાળી નામે યાસ્મીનબાનુ ઉર્ફે મન્ના બ્રો કાદરમીયા શેખ રહે.શજ ગેસ્ટ હાઉંસ પાસે કુટપાથ ઉપર સગરામપુરા તલાવડી અઠવા સુરત નાનીને મુંબઈ ( મહારાષ્ટ્ર ) ખાતે ડ્રગ્સનો જથ્થો લેવા માટે ટ્રેન માસ્કૃતે મોકલી વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવેલ હોવાની હકીકત જણાવી હતી.