બન્ટીને ટાઈગર-લાલા અને માંજરાએ પતાવી નાખ્યો
ખરવરનગર વિસ્તારમાંથી તેને ઢોર માર મારતા મારતા બ્રિજના નાકે લાવ્યા બાદ ચપ્પુના ઘા મારીને હત્યા કરી
સુરત, સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં હત્યાના ગુનામાં જેમાંથી જામીન પર મુક્ત થયેલા યુવકને મોતને ઘાટ ઉતારાયો હતો. ઉધના ફ્લાયઓવર બ્રિજની સામે છેડે યુવકની સરાજાહેર હત્યા કરી દેવાતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
મર્ડર કેસમાં જેલમાંથી જામીન પર મુક્ત થયેલા યુવકને પાંચ જેટલા અન્ય યુવકે મળીને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સુરતમાં ક્રાઈમ રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે. દિવસેને દિવસે સુરતમાં હત્યા લુંટફાટ, જેવી ઘટનાઓ સામે આવી રહી છે.
ઉધના ફ્લાયઓવર બ્રિજના સામે છેડે ખરવરનગરના નાકે ગુરુવારે રાત્રે બન્ટી પ્રહલાદ બળસા નામના યુવકની અન્ય પાંચ યુવાનોએ ચપ્પુના પાંચથી સાત ઘા મારીને ર્નિદયી હત્યા કરી દીધી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, કનુ ટાઇગર, રાહુલ, લાલો, ઉમેશ માંજરો અને અન્ય એક મળીને પાંચ યુવાનો બન્ટી પર તૂટી પડ્યા હતા.
ખરવરનગર વિસ્તારમાંથી તેને ઢોર માર મારતા મારતા અહીં બીજના નાકે લાવ્યા બાદ ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવાઇ હતી. મુખ્ય આરોપી એવો કનુ ટાઇગર પણ ઝપાઝપીમાં ઇજાગ્રસ્ત થયો હોય સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સરાજાહેર યુવાનની હત્યાથી વિસ્તારમાં ભારે ચકચારી મચી ગઇ હતી. અગાઉની અંગત અદાવતને ધ્યાને રાખી બન્ટીની હત્યા કરાઈ હોવાનું, કનુ ટાઇગરના ભાઇનું મર્ડર બન્ટીએ કર્યાની વાતે તેના પર હુમલો કરી હત્યા કરાઇ હોવાની શક્યતાઓ છે. ઉધના પોલીસ દ્વારા અન્ય ૪ આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ છે.