બન્નીના જંગલમાં ૨થી ૩ કિમી વિસ્તારમાં આગ લાગી
ભુજ: ઘાસિયા મેદાન તરીકે જેની ગણના થાય છે તેવા ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલા જંગલમાં આગ લાગતા મોટા પ્રમાણમાં ઘાસ બળીને ખાખ થઈ ગયું છે. અંદાજે બે કલાકથી વધુ સમયથી આગ લાગી છે પણ ફાયર ફાઈટરો સ્થળ પર ન પહોંચતા આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.
જાેતજાેતામાં આગની જ્વાળાઓ ઘાસમાં પ્રસરી જતા મહામુલુ ઘાસ બળી ગયું છે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે બન્નીના જંગલ વિસ્તારમાં સોયલ ગામની વચ્ચે આવેલ જંગલમાં આગ લાગી છે ૨ થી ૩ કિલોમીટરમાં આગ લાગતા સૂકું ઘાસ બળી ગયું છે. સ્થાનિક લોકો દ્વારા હાથવગા સાધનોથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયા છે. પણ ફાયર ફાઇટર આવ્યા નથી
જ્યાં જુઓ ત્યાં આગના કારણે ખાખ થઈ ગયેલ ઘાસ જાેવા મળે છે આ વિસ્તારમાં માનવી કરતા પશુઓની સંખ્યા વધુ છે. તેવામાં ઘાસચારો બળી જતા ચોપગાના ચરિયાણની તંગી વર્તાશે તેવી દહેશત પણ વ્યક્ત કરાઈ છે. દર ઉનાળામાં અહીં પશુઓ માટે ઘાસની સમસ્યા સર્જાતી હોય છે
પરંતુ,ગત વર્ષે સારા વરસાદના કારણે બન્ની વિસ્તારમાં સારૂ એવું ઘાસ ઊગી નીકળતા માલધારીઓ ખુશ ખુશાલ હતા. જાેકે આવી આગની ઘટના ૨ થી ૩ કિલોમીટર જેટલા વિસ્તારમાં ઘાસ બડીને ખાખ થતા આસ પાસ ગામના માલધારીઓને પશુ ચરાવવા માટે મુશ્કેલી ઉભી થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે.