બપ્પી લહેરીના નિધન પર સચિન તેંડુલકર ભાવુક થયો
મુંબઇ, બપ્પી દા અબ નહીં રહેપ ભારતીય સંગીત જગતના સૌથી લોકપ્રિય ગાયકો અને સંગીતકારોની યાદીમાં તેમનું નામ સામેલ છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બપ્પી લાહિરીના નિધનથી ખૂબ જ દુઃખી છે. તેંડુલકરે ટિ્વટ કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
અને તેમના એક યાદગાર ગીતની એક લાઇન પણ શેર કરી છે. બપ્પી દાએ ૬૯ વર્ષની વયે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુના સમાચાર ચાહકો માટે આઘાતથી ઓછા નથી.
તેંડુલકરે ટિ્વટર પર લખ્યું, “મેં બપ્પી દાના સંગીતનો ખૂબ આનંદ લીધો છે, ખાસ કરીને યાદ રહા હૈપ આ ગીત ડ્રેસિંગ રૂમમાં ઘણી વખત સાંભળ્યું છે. તેમની પ્રતિભાની શ્રેણી શાનદાર હતી. તમે અમને હંમેશા યાદ રહેશો બપ્પી દા.
હોસ્પિટલના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, બપ્પી લાહિરીની છેલ્લા એક મહિનાથી સારવાર ચાલી રહી હતી અને સોમવારે જ તેમને રજા આપવામાં આવી હતી. ડૉક્ટરનું કહેવું છે કે, બપ્પી લાહિરીનું મૃત્યુ ર્ંજીછ (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા)ના કારણે થયું છે.
બપ્પી લાહિરી, જે બપ્પી દા તરીકે જાણીતા છે, તેમણે સંગીત ઉદ્યોગમાં તેમની ધૂન અને ગીતો વડે એક અલગ પ્રકારનો રાગ બનાવ્યો. વિરાટ કોહલીએ પણ બપ્પી દાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.HS