Western Times News

Gujarati News

બબીતાજીએ જુગનુ સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ

મુંબઈ, લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે, ત્યારે મુનમુન એ એક વીડિયો શેર કર્યો છે, જેણે પ્રશંસકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

મુનમુને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મુનમુન દત્તા બાદશાહના સુપરહિટ ગીત ‘જુગનુ’ પર ડાન્સ કરતી જાેવા મળી રહી છે. જુગ્નુનું હૂક સ્ટેપ મુનમુને ખૂબ જ સરળતા અને સ્ટાઇલ સાથે કર્યું છે. ચાહકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.

તમને જણાની દઈએ કે થોડા દિવસો પહેલા મુનમુન દત્તા અને રાજ અનડકટ વચ્ચેના સંબંધોના સમાચાર ચર્ચામાં હતા. આ પ્રકારના સમાચારો અંગે રાજે સોશિયલ મીડિયા પર લખ્યું, દરેક માટે, જે સતત મારા વિશે લખી રહ્યા છે, જરા વિચારો…

તમારા બનાવટી અને ખોટા સમાચારના કારણે મારા જીવનમાં શું પરિણામ આવી શકે છે અને તે પણ મારી સહમતિ વગર મારા જીવન વિશે! બધા સર્જનાત્મક લોકો કૃપા કરીને તમારી સર્જનાત્મકતાને અન્યત્ર ચેનલાઇઝ કરો, તે તમારા માટે ઉપયોગી થશે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે. તમને જણાવી દઈએ કે રાજે પોતાની પોસ્ટમાં એક પણ જગ્યાએ મુનમુન દત્તાનો ઉલ્લેખ કર્યો નથી.

જ્યારે, મુનમુને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં પણ લખ્યું, “મને તમારી પાસેથી સારી અપેક્ષાઓ હતી, પરંતુ જે ગંદકી જે તમે કોમેન્ટ સેક્શનમાં વરસાવી છે, તેનાથી એ સાબિત થાય છે કે આપણે ‘શિક્ષિત’ કહેવાતા હોવા છતાં પણ આવા સમાજનો ભાગ છીએ, જે સતત નીચે જઈ રહ્યા છીએ.

મહિલાઓને સતત તમારા મઝાક માટે તેની ઉંમરની સાથે શર્મસારર કરવામાં આવે છે. તમારી આ મઝાકથી કોઈના પર શું વીતે છે, કોઈને પ્રેરિત કરે છે અથવા તો માનસિક રૂપથી તોડી નાંખે છે, તેની ચિંતા તમને ક્યારે થઈ નથી.”

પોસ્ટમાં મુનમુને આગળ લખ્યું, ‘હું છેલ્લા ૧૩ વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છું, પરંતુ લોકોએ મારી ગરિમાને ઠેસ પહોંચાડવા માટે ૧૩ મિનિટનો સમય લીધો નથી. તો ભવિષ્યમાં કોઈ વ્યક્તિ એટલો ઉદાસ થઈ જાય અથવા તો પોતાનો જીવ લેવા ઈચ્છે તો એક વાર થોભીને વિચારજાે કે તમારા શબ્દો તેને અંત તરફ લઈ જશે કે નહીંપ આજે હું મારી જાતને ભારતની દીકરી કહેતા શરમ અનુભવું છું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.