બબીતાજીએ શોર્ટ ડ્રેસમાં અંગ્રેજી ગીત પર ડાન્સ કર્યો

વીડિયો જાેઈ ફેન્સ બોલ્યા, જેઠાલાલને બતાવો
વીડિયોમાં તે અંગ્રેજી ગીત પર ડાન્સ કરતી જાેવા મળી રહી છે, તેના ડાન્સ અને એક્સપ્રેશનના ફેન્સ વખાણ કરી રહ્યા છે
મુંબઈ,મુનમુન તેના ચાહકોની સાથે અવાર-નવાર કઈક નવુ શેર કરે છે, તેનાથી તે તેના ચાહકોનુ દિલ જીતી લે છે. ડાન્સ કરવાનું બધાને ગમે છે. ડાન્સની બીટ સાંભળીને લોકો નાચવા લાગે છે. ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતાજી એટલે કે મુનમુન દત્તા હંમેશાં પોતાના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હવે તાજેતરમાં બબીતાજીએ પોતાનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેમાં તે ડાન્સ મૂવ્સ કરતી જાેવા મળે છે.
વીડિયોમાં તે અંગ્રેજી ગીત પર ડાન્સ કરતી જાેવા મળી રહી છે. તેના ડાન્સ અને એક્સપ્રેશનના ફેન્સ વખાણ કરી રહ્યા છે. મુનમુન દત્તા આ વીડિયોમાં અંગ્રેજી ગીતની ધુન પર ડાન્સ કરતી જાેવા મળી રહી છે અને તેની આ સ્ટાઈલ કમાલની છે. સ્ટાઈલિશ આઉટફિટ પહેરીને ડાન્સ કરતી મુનમુને આ ગીતમાં ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે. તેમજ લોકોને પણ તેનો ડાન્સ અને આ આઉટફિટ એટલો પસંદ આવી રહ્યો છે કે યુઝર્સે આ આઉટફિટમાં તેને તસવીર શેર કરવાની ડિમાન્ડ કરી છે. તેનો આ વીડિયો યુઝર્સને ઘણો પસંદ આવ્યો છે.
કોઈ તેના ડાન્સના વખાણ કરી રહ્યું છે તો કોઈ તેની સુંદરતાના. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે તે સતત વીડિયો અને તસવીરો પોસ્ટ કરીને ચર્ચામાં રહે છે. હવે તેનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લાલ કલરના આઉટફિટમાં મુનમુન સુંદર લાગી રહી હતી. વીડિયોમાં જાેઇ શકાય છે કે તેમણે શોર્ટ ડ્રેસ પહેર્યો છે. તેનો ડાન્સ અને એક્સપ્રેશન ચાહકોનુ દિલ જીતી રહ્યો છે.
એક ચાહકે કોમેન્ટ કરતા લખ્યું, શું વા
View this post on Instagram
ત છે મેડમ ખૂબ જ ટેલેન્ટેડ છે? તો બબીતાજીના અન્ય એક પ્રશંસકે કોમેન્ટ કરતા લખ્યું, વીડિયો જેઠાજીએ જાેયો ખરો? ઉલ્લેખનીય છે કે આ વીડિયોને શેર કર્યાને હજી થોડો સમય થયો છેઅને અત્યાર સુધી આ વીડિયોને ૮ લાખથી વધુ વખત જાેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આની પહેલા બબીતાજીના વનપીસની તસ્વીરને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
આ લુકમાં તે ખૂબ સુંદર દેખાતી હતી. છેલ્લા ૧૪ વર્ષથી મુનમુન દત્તા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોનો ભાગ છે અને તેને આ શોથી લોકપ્રિયતા મળી. આ પહેલા પણ મુનમુને ટીવી શો કર્યા હતા પરંતુ તારક મહેતાએ તેની આખી જિંદગી બદલી નાખી. આજે તે મુનમુનના નામથી નહીં પણ બબીતાજીના નામથી ઓળખાય છે.ss1