બબીતાજી અને ટપ્પુના સબંધો મર્યાદા વટાવીને આગળ વધ્યા
મુંબઈ, સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મોટાભાગે શોમાં કલાકારોની એન્ટ્રી અને એક્ઝિટને લઈને ચર્ચામાં રહે છે. આશરે બે મહિનાના બ્રેક બાદ શોમાં પાછી ફરેલી એક્ટ્રેસ મુનમુન દત્તા (બબીતાજી) અને શોમાં ટપ્પુનો રોલ કરતાં એક્ટર રાજ અનડકત વચ્ચે સંબંધો મિત્રતાથી આગળ વધી ગયા છે.
તમે એકદમ સાચુ વાંચ્યું છે. સોશિયલ મીડિયા પર રાજ અને મુનમુન નિયમિતપણે એકબીજાની પોસ્ટ લાઈક કરે છે અને કોમેન્ટ કરે છે. ત્યારે સોશિયલ મીડિયા યૂઝર્સને ઘણીવાર બંને પ્રેમમાં હોવાની શંકા ગઈ હતી. જાેકે, તેમણે ટ્રોલર્સને સંબંધ મિત્રતાથી આગળ ન હોવાનો કહીનું મોં બંધ કરાવ્યું હતું. જાેકે, હવે માહિતી મળી છે કે, તેમનો સંબંધ મિત્રતાની મર્યાદા વટાવીને આગળ વધી ગયો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના દરેક સભ્યને ખબર છે કે, રાજ અને મુનમુન વચ્ચે શું ચાલી રહ્યું છે. આ બાબતથી વાકેફ સૂત્રએ જણાવ્યું, રાજ અને મુનમુનના પરિવાર પણ તેમના સંબંધની વાત જાણે છે. ઉપરાંત રાજ અને મુનમુન એકબીજા પ્રત્યે ગંભીર છે અને સેટ પર બાકીના લોકો પણ તેમના સંબંધનું સન્માન જાળવે છે.
કોઈ તેમને એકબીજાનું નામ દઈને ચીડાવતું નથી અને તેઓ પણ સેટ પર એકબીજા સાથે રહેવા માટે ચોરીછુપીથી સમય કાઢી લેવા જેવી હરકતો કરતાં નથી. આ બંનેનો પ્રેમ જૂનો છે અને હજી સુધી બહાર કેમ ન આવ્યો તે આશ્ચર્યની વાત છે, તેમ સૂત્રોએ ઉમેર્યું.
ઉલ્લેખનીય છે કે, રાજ ૨૪ વર્ષનો છે જ્યારે મુનમુન તેનાથી ૯ વર્ષ મોટી છે. જાેકે, તેમના માટે ઉંમરનો તફાવત ગૌણ છે.SSS