બબીતાજી અને શાહરૂખ ખાનનો જુનો ફોટો વાયરલ
મુંબઈ, ટીવી જગતનો પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રો લોકોના મનમાં અંકિત છે. દરેક પાત્રની ભૂમિકા લોકોના મોઢે યાદ છે. જ્યારે આ ટીવી શો વિશે જ્યારે બે મહત્ત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરવામાં આવે ત્યારેઆપણે બબીતા જી અને જેઠાલાલની અધૂરી લવ સ્ટોરીને કેવી રીતે ભૂલી શકીએ.
પરંતુ હાલના દિવસોમાં બબીતાજીની એક તસવીર કોઈ અન્ય વ્યક્તિ સાથે વાયરલ થઈ રહી છે. તારક મહેતાના ફેન પેજ પર શેર કરવામાં આવી રહેલી આ તસવીરમાં શાહરૂખ ખાન હોસ્પિટલના બેડ પર સૂતેલો છે અને મુનમુન દત્તા તેની બાજુમાં નર્સના ગેટઅપમાં જાેવા મળી રહી છે. શાહરૂખ ખાનને તેની સામે પેશન્ટ તરીકે જાેઈને મુનમુન ખૂબ જ ખુશ દેખાય છે. મુનમુનના ચહેરા પરનું સ્મિત સ્પષ્ટપણે જણાવે છે કે તે શાહરૂખ સાથે કામ કરીને કેટલી ખુશ છે. વાસ્તવમાં આ એક પેન માટેની જૂની જાહેરાત છે અને તેમાં બંનેએ સાથે કામ કર્યું છે.
આ જાહેરાતમાં શાહરૂખ ખાને દર્દીની ભૂમિકા ભજવી હતી અને મુનમુન દત્તા નર્સ બની હતી. તૂટેલા પગના હાડકાના કારણે શાહરૂખ પથારી પર સૂતેલો છે. મુનમુન કિંગ ખાનના પગ પર લગાવેલા પ્લાસ્ટર પર પેનથી સહી કરતી જાેવા મળે છે. અત્રે નોંધનીય છે કે, હાલમાં શાહરૂખ ખાન તેના મોટા પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસના કારણે પરેશાન છે.
આર્યન ૩ ઓક્ટોબરથી પોલીસ કસ્ટડીમાં છે. તેની જામીન અરજી કોર્ટ દ્વારા બે વખત ફગાવી દેવામાં આવી છે. હવે આર્યનની જામીન અરજી પર મંગળવારે ફરી સુનાવણી થવાની છે. તે જ સમયે મુનમુન દત્તા તેના અફેરના સમાચારોને કારણે હેડલાઇન્સમાં છવાયેલી છે. જાેકે તેણીએ પહેલાથી જ આવા કોઈ સમાચારને નકારી દીધા છે.SSS