બરફના તોફાનમાં ફસાયેલા સેનાના ૭ જવાન શહીદ
નવી દિલ્હી, પહાડો પર ભારે હિમવર્ષાના કારણે સરહદની સુરક્ષામાં તૈનાત જવાનોની મુશ્કેલીઓ વધી રહી છે. એટલું જ નહીં ભારે હિમવર્ષામાં સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હોવાની અપ્રિય ઘટનાઓ પણ સામે આવી રહી છે.
ઉત્તર પૂર્વ રાજ્યના અરુણાચલ પ્રદેશમાં રવિવારે ભારતીય સેનાના સાત જવાનો હિમપ્રપાતની ઝપેટમાં આવી ગયા હતા. તે તમામ સૈનિકો હિમપ્રપાતમાં દટાયા હોવાના સમાચાર હતા. પરંતુ આજે સોમવારે રેસ્ક્યુ ઓપરેશનમાં તેમના મૃતદેહો મળી આવ્યા છે.
આ અંગે ભારતીય સેના દ્વારા સત્તાવાર નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ મૃતદેહોની પુનઃપ્રાપ્તિની પુષ્ટિ કરતા કહેવામાં આવ્યું છે કે ૧૪,૫૦૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત કામેંગ સેક્ટરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે હિમવર્ષા સાથે ખરાબ હવામાન જાેવા મળી રહ્યું છે.
આ ખરાબ હવામાનમાં ઊંચાઈ પર આવેલા કામેંગ સેક્ટરમાં હિમપ્રપાત અને હિમવર્ષાના કારણે પેટ્રોલિંગ પાર્ટીને અસર થઈ હતી. જેમાં સેનાના સાત જવાનો દટાયા હતા. તેમને બચાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે તેમાં સામેલ તમામ લોકોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેઓને બચાવી શકાયા નથી. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર તમામ શહીદ સૈનિકોના મૃતદેહોને વધુ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે હિમપ્રપાત સ્થળની નજીક સ્થિત સૈન્ય તબીબી સુવિધામાં ખસેડવામાં આવી રહ્યા છે.SSS