બરફના તોફાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 60 વાહનો એકબીજા સાથે અથડાયા
નવી દિલ્હી, અમેરિકામાં બરફવર્ષા અને તોફાન દરમિયાન રસ્તાઓ પર થતા અકસ્માત નવાઈની વાત નથી પણ સોમવારે થયેલા એક અકસ્માતમાં તો એક બીજાની સાથે 60 ગાડીઓ અથડાઈ હીત.
સોશિયલ મીડિયા પર પણ તેનો વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં બરફથી છવાયેલા રસ્તા પર એક પછી એક કાર એક બીજાને ટક્કર મારતી નજરે પડી રહી છે. આ રસ્તો પહાડોથી ઘેરાયેલો છે અને હવે અકસ્માત બાદ લોકોની શોધખોળ અને રાહત અભિયાન પણ શરૂ કરવામાં આવ્યુ છે.
અકસ્માત અમેરિકાની સ્યુચલકિલ કાઉન્ટીમાં થયો હતો. જ્યાં એક પછી એક વાહનો બરફમાં સ્લીપ થઈને એક બીજાની સાથે અથડાતા હોવાનુ વિડિયોમાં દેખાય છે. અકસ્માતના પગલે પાંચ વાહનોમાં આગ લાગી ગઈ હતી. ઈજાગ્રસ્તોને બાદમાં નજીકની હોસ્પિટલમાં ભરતી કવામાં આવ્યા છે.
અકસ્માતના પગલે આસપાસના રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.