બરફવર્ષા અને ઠંડી હવાને કારણે ઉત્તર ભારત ઠંડીનો પ્રકોપ
નવીદિલ્હી, પહાડો પર બરફવર્ષા અને ઠંડી હવાને કારણે ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકાપ છવાયો છે દિલ્હી, ઉત્તરપ્રદેશ બિહાર અને પંજાબ સહિત દેશના ઉત્તરી વિસ્તારમાં પ્રંચડ શીત લહેર જારી છે.ગત કેટલાક દિવસોથી ઠંડીથી લોકો બેહાર બન્યા છે અને હાલ આગામી કેટલાક દિવસો સુધી કંપકંપાતી ઠંડીથી રાહત મળવાની સંભાવના જાેવા મળી રહી નથી દિલ્હીમાં ઠંડની સ્થિતિ એવી છે કે ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી પારો નીચે ઉતરી શકે છે.
દિલ્હીમાં બુધવાર અને ગુરૂવારે ખુબ ઠંડીના દિવસ રહ્યો અને આજે પણ સખ્ત ઠંડી પડી હતી બરોબાર આવી જ સ્થિતિ યુપીના અનેક જીલ્લાની છે જયાં બરેલીમાં ન્યુનતમ તાપમાન ગુરૂવારે ૩.૩ ડિગ્રી સેલ્સિયસ દાખલ કરવામાં આવી હતી આજે પણ બિહર દિલ્હી પંજાબ અને યુપીમાં સખ્ત ઠંડી પડી છે.લોકો ઘરોથી બહાર નીકળી શકતા નથી.
દિલ્હી એનસીઆરમાં પણ લોકોને ઠંડીનો માર સહન કરવો પડી રહ્યો છે દિલ્હીમાં આજે ત્રણ ડિગ્રી ન્યુનતમ તાપમાન દાખલ કરવામાં આવ્યું છે દિલ્હીની હવા પણ ખરાબ શ્રેણીમાં આવી પહોંચી છે. ગાઝિયાબાદમાં અનેક જગ્યાએ ઓટોરિકા ચાલકો તાપણુ કરતા જાેવા મળ્યા હતાં. ચાલકોનું કહેવુ છે કે ઠંડીના કારણે લોકો ઓટોમાં સફર કરતા નથી અને આથી તેમની પાસે કોઇ કામ નથી રાજધાની દિલ્હીમાં લોકોને કંપકપાનારવાળી ઠંડીથી હાલ રાહત મળનાર નથી રાજધાનીમાં અધિકતમ તાપમાન ૧૫.૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો જે સામાન્યથી સાત ડિગ્રી સેલ્સિયસ નીચે છે તાપમાનમાં ઘટાડાના કારણે આખો દિવસ ઠંડી હવાઓ ચાલી હતી.
રાજસ્થાનના ચુરૂમાં ૨.૨ ડિગ્રી સેલ્સિયસ બિકાનેરમાં ૩.૧ ડિગ્રી સેલ્સિયસ માઉટ આબુમાં ૧ ડિગ્રી સેલ્સિયસ સીકરમાં ૦.૫ ડિગ્રી સેલ્સિયસ બરેલીમાં ૩.૩ ડિગ્રી સેલ્સિયસ સુધી ન્યુનતમ તાપમાન પહોંચી ગયું ગુલમર્ગમાં આ -૧૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પારો એકવાર ફરી જમાવ બિન્દુથી નીેચે ચાલ્યો ગયો અને આબુમાં ન્યુનતમ તાપમાન શૂન્યથી ૧.૦ ડિગ્રી સેલ્સિયસ નીચે દાખલ કરવામાં આવ્યો.
ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં આજે સવારે તાપમાન ૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને કારણે યુપીના મેદાની વિસ્તાર શીતલહેરની ચપેટમાં છે કંપકંપાતી ઠંડીથી બરેલી અને મેરઠની સ્થિતિ સૌથી ખરાબ છે. બિહારમાં ભલે જ એક અઠવાડીયા બાદ હવામાન સાફ થઇ ગયું હોય પરંતુ ઠંડીથી હજુ લોકોને રાહત મળનાર નથી અહીં નાગરિકો ભીષણ ઠંડીનો સામનો કરી રહ્યાં છે.
ઉત્તર પશ્ચિમી દિશાથી આવી રહેલ બર્ફીલી હવાઓને કારણે લોકો ઘરોની બહાર નિકળતા નથી પટણા ગયા સહિત રાજયના અનેક શહેરોમાં ભારે ઠંડી પડી રહી છે. હિમાચલ પ્રદેશના મનાલી સહિત અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ચાલ્યું ગયું પંજાબમાં પણ ઠંડી ભારે પડી રહી છે પંજાબ અને હરિયાણામાં શીતલહેરનો પ્રકોપ જારી છે. અહીં પારો સામાન્યથી નીચે ચાલ્યો ગયો છે.ચંડીગઢમાં ન્યુનતમ તાપમાન ૫.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.HS