બરેલીમાં પુત્રીનું અપહરણની એફઆઇઆર નહીં લખવા પર પિતાની આત્મહત્યા
બરેલી: આંવલાના એક ગામમાં રહેનાર યુવતી આઠ એપ્રિલે લાપત્તા થઇ તો પિતા અપહરણનો રિપોર્ટ દાખલ કરવા પહોંચ્યા ગતાં આરોપ છે કે રામનગર ચોરી ઇન્ચાર્જે રિપોર્ટ દાખલ કરવાની જગ્યાએ પિતાનું જ અપમાન કરવામાં આવ્યું અને તેમને કાઢી મુકવામાં આવ્યા તેમને પોલીસ પસે મદદની આશા હતી પરંતુ તેમને ત્યાંથી નિરાશા હાથ લાગી તે તેઓ નિરાશ થઇ ગયા અને તનાવમાં આવી ગયા આ કારણે તેમણે આજે સવો ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી તેમના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી જેમાં ચોકી ઇન્ચાર્જ પર અભદ્રતાની વાત લખી હતી.
આરોપ છે કે સવારે નવ વાગે ઘટના પર પહોંચેલ ચોકી ઇન્ચાર્જે સુસાઇડમાં ખુદ પર લગાવેલ આરોપ જાેઇ બાદમાં તેને ફોડી નાખી તેના પર ગ્રામીણો ઉશ્કેરાઇ ગયા હતાં તનાવને જાેતા ગ્રામીણોએ દરોગા અને સિપાહીઓને મારવાનું શરૂ કરી દીધુ આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી છે. પોલીસને ત્યાંથી ભાગી જવું પડયુ હતું હાલમાં ગામમાં તનાવ બનેલ છે.
ગ્રામીણોનું કહેવુ છે કે એક કિસાનની પુત્રી ચાર દિવસ પહેલા અચાનક ગુમ થઇ હતી ગામમાંથી એક યુવક પણ ગુમ હતો પુત્રીને ભગાડવાની શંકાની સાથે કિસાન આંવલા પોલીસ સ્ટેશનની ચોકી રામનગરમાં ફરિયાદ કરી પરંતુ એફઆઇઆર દાખલ કરાઇ નથી આરોપ છે કે તેમને અપમાનિત કરી ભગાડી મુકયા હતાં. આથી પિતા નિરાશ થઇ ગયા અને તેમણે આત્મહત્યા કરી લીધી. ગામના લોકોએ શબને પંખા પરથી નીચે ઉતાર્યું હતું અને તેમના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ કાઢી હતી.
સુસાઇડ નોટમાં રામનગરના દરોગા પર લાંચ લેવાનો અને અપમાનિત કરવાનો આરોપ લગાવાયો હતો.આથી દરોગાએ સુસાઇડ નોટ ફાડી નાખી હતી આથી ગ્રામીણો નારાજ થઇ ગયા હતાં. હાલમાં શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે એસપી દેહાત રાજકુમાર અગ્રવાલે કહ્યું કે ગ્રામીણોને શાંત કરાઇ સમગ્ર મામલાની તપાસના આદેશ અપાયા છે.