બરેલીમાં માસ્ક નહીં પહેરવા પર બેંકના ગાર્ડે ગ્રાહકને ગોળી મારી
બરેલી: ઉત્તરપ્રદેશના બરેલી જીલ્લામાં જંકશનની પાસે રેલવે કોલોનીમા રહેતા રાજેશકુમાર રેલવે ટીએમસી વિભાગમાં કર્મચારી છે. તેઓ સ્ટેશન રોડ ખાતે બેંક ઓફ બરોડાની શાખામાં પાસબુક અપડેટ કરાવવા ગયા હતાં.
બેંકના દરવાજા પાસે તહેનાત ગાર્ડે કેશવ પ્રસાદને માસ્ક લગાવેલ નહીં હોવાથી તેમને બેંકાં જવા દીધા ન હતાં
થોડીવાર બાદ જયારે તેઓ માસ્ક લગાવી બીજીવાર બેંકમાં પહોંચ્યા તો ગાર્ડે લંચ હોવાની વાત કહી આ વાતને લઇને બંન્ને વચ્ચે ચર્ચા થઇ અને ચર્ચા ઉગ્ર બનતા ગાર્ડે બંદુકમાંથી રાજેશભાઇને ગોળી મારી હતી
જે તેમના પગમાં વાગી હતી. આથી તેમને ઇજા થઇ હતી અને તેમને જીલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી અને ગાર્ડની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.