બર્ડ ફ્લૂથી હરિણાયાના ૧૧ વર્ષીય બાળકનું મોત થયું

નવીદિલ્હી: દિલ્હી એમ્સમાં જીવ ગુમાવનાર બાળક એચપએન૧ વાયરસથી સંક્રમિત હતો. જે એવિયન ઈન્ફ્લૂએન્ઝા અથવા બર્ડ ફ્લૂ પણ કહેવામાં આવે છે. પૂણેના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના એક રિપોર્ટમાં સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું કે તેમના સેમ્પલની તપાસ કોવિડ ૧૯ નેગેટિવ આવ્યા છે પરંતુ ઈન્ફ્લૂએન્ઝાના ટેસ્ટમાં તે પોઝિટિવ આપ્યા છે. એનઆઈવીએ તેનામાં એચપએન૧ની પુષ્ટિ કરી છે. નિમોનિયા અને લ્યૂકેમિયાની સાથે ૨ જુલાઈએ દાખલ થયેલા બાળકનું નામ સુશીલ હતુ. તેના સંપર્કમાં આવેલી હોસ્પિટલની સાથે કર્મચારીઓએ શક્ય સંક્રમણના લક્ષણો અને રિપોર્ટની ઓળખ કરી તેને આઈસોલેશનમાં
રહેવા માટે કહ્યુ હતુ.
સુશીલના ગામમાં એચપએન૧ના વધારે મામલાની તપાસ કરવા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલની એક ટીમને હરિયાણા મોકલવામાં આવશે. આ વર્ષની શરુઆતમાં હરિયાણા સહિત અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂના મામલાની ભારે લહેર બાદ હજારો જંગલી પક્ષી મૃત જાેવા મળ્યા હતા અને હજારો મરઘી મારી ગઈ હતી. જાેકે અનેક સંક્રમણ વાયરસના એક અલગ પ્રકાર એચપએન૧ના હતા. જે વિશેષજ્ઞોનું કહેવું છે કે આ મનુષ્યો માટે ઓછો ખતરો છે. તેમ છતાં જાન્યુઆરીના અંત સુધી કેન્દ્રએ એલર્ટ જારી કર્યુ હતુ કેમ કે આ મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢની સાથે સાથે કેરળ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી અને પંજાબમાં પોલ્ટ્રીની વચ્ચે બર્ડ ફ્લૂની પુષ્ટી કરવામાં આવી હતી.