Western Times News

Gujarati News

બર્થડેના દિને બાળકોને બાનમાં લઈ ૩૨.૫૦ લાખની લૂંટ

દાહોદ:બાળકોને ઘરમાં એકલા ન રાખવા કે અજાણ્યા વ્યક્તિને ઘરમાં પ્રવેશ આપવો ખતરનાક સાબિત થઈ શકે એ વાત સાર્થક કરતો કિસ્સો દાહોદમાં બન્યો છે. ઘરમાં એકલા મૂકીને રેલવે અધિકારી બજારમાં જન્મદિવસની ઉજવણીની વસ્તુઓ ખરીદવા ગયા હતા. જોકે, ઘરમાં એકલા રહેલા બાળકોને અજણ્યા લૂંટારુઓએ બાનમાં લખીને લાખો રૂપિયાની મતા ચોરીને ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા અધિકારી રાકેશ સિંહ પોતાના બાળકના જન્મદિવસની ઉજવણી માટે બર્થડે કેક સહિતના સમાનની ખરીદી માટે સાંજના સમયે પોતાની પુત્રી અને પુત્રને ઘરે મુકી પત્ની સાથે બજાર ગયા હતા. ચાર જેટલા ઈસમો ઘરે આવ્યા અને બાળકોને દરવાજો ખોલવા જણાવ્યું હતું

પરંતુ બાળકોએ દરવાજો ના ખોલતા લૂંટારાઓએ કહ્યું કે તારા પપ્પાએ અમને બોલાવ્યા છે અને એ બજાર છે અમને ખબર છે તેમ છતાં બાળકી એ દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો હતો.

ત્યારે પાણીની માંગ કરતા બાળકીએ થોડોક દરવાજો ખોલી પાણી આપવા હાથ લંબાવતા જ લૂંટારાઓએ બાળકી ને ધક્કો મારી અંદર પ્રવેશી ગયા હતા અને બંને બાળકોને માર મારી બાનમાં લઈ લીધા હતા. ઘરમાં મુકેલ આશરે ૩૦ લાખની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડ ૨.૫૦ લાખની લૂંટ ચલાવી ચારેય લૂંટારા ફરાર થઈ ગયા હતા જ્યારે દંપતી ઘરે આવતા સમગ્ર બનાવની જાણ થતા દંપતી હચમચી ઉઠ્‌યું હતું અને દાહોદ ટાઉન પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.