બર્થડે પાર્ટીમાં જતી યુવતીને એક્સ બોયફ્રેન્ડે છરીના 7 ઘા ઝીંક્યા

Files Photo
નવી દિલ્હી, દિલ્હીના દ્વારકા વિસ્તારની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં 22 વર્ષની યુવતીની તેના એક્સ બોયફ્રેન્ડે ચાકૂના 7 ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ત્રણ યુવક યુવતીને મારતાં-મારતાં લાવે છે. યુવતી નીચે પડી જાય છે અને એક યુવક વાળ ખેચીને છરીના ઘા મારવા લાગે છે.
એક પછી એક એમ સાત ઘા મારી યુવતીને લોહીલુહાણ કરી દે છે. થોડી વાર પછી બે યુવકો હુમલાખોરને સાઇડમાં લઈ જાય છે. લોહીલૂહાણ હાલતમાં યુવતી ઊભી થાય છે અને ચાલવા લાગે છે. આ યુવતી જાતે હૉસ્પિટલ પહોંચી પણ તે બચી શકી નહીં. મહત્ત્વનું છે કે, મૃતક યુવતીની ઓળખ ડોલી બબ્બર તરીકે થઈ છે. ડોલી ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જવાનું કહી ઘરેથી નીકળી હતી. પોલીસે CCTV ફૂટેજને આધારે આરોપી અંકિત ગાબાની તપાસ હાથ ધરી છે.