બર્થ ડે પર અભિનેત્રી કરીના કપૂરે દીકરાને કહ્યો ટાઈગર
મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાનનો મોટો દીકરો તૈમૂર પાંચ વર્ષનો થઈ ગયો છે. તૈમૂરના બર્થ ડે પર મમ્મી કરીનાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તૈમૂર માંડ એકનો હશે ત્યારનો છે. જેમાં પા-પા પગલી ભરતા શીખી રહ્યો છે અને ચાલતા-ચાલતા તે પડી જાય છે. વીડિયોમાં તૈમૂરે જમ્પસૂટ પહેર્યું છે અને તે હંમેશાની ક્યૂટ લાગી રહ્યો છે. દીકરાને વિશ કરતાં કરીના કપૂરે લખ્યું છે તારું પહેલું પગલું, તારું પહેલીવાર પડવું મેં ખૂબ ગર્વ સાથે રેકોર્ડ કર્યું હતું.
આ તારું પહેલુ અથવા છેલ્લી વખત પડવાનું નહોતું, પરંતુ મારા દીકરા હું એક વાત ચોક્કસપણે જાણું છું કે તું હંમેશા તારી જાતને સંભાળીશ, લાંબા-લાંબા પગલા ભરીશ અને હંમેશા માથું ઊંચુ રાખીને આગળ વધીશ કારણ તું મારો વાઘ છે.
હેપ્પી બર્થ ડે માય હાર્ટબીટ મારા ટિમ ટિમ તારા જેવું કોઈ નથી મારા દીકરા. કરીના કપૂરની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને સોહા અલી ખાન, સબા અલી ખાન, કરિશ્મા કપૂર સિવાય અમૃતા અરોરા, મસાબા ગુપ્તા, નતાશા પૂનાવાલા, મલાઈકા અરોરા સહિતના સેલેબ્સે ટિમ ટિમને વિશ કર્યું છે અને પ્રેમ વરસાવ્યો છે. કરીના કપૂરને કોરોના થતાં હાલ તે આઈસોલેશનમાં છે.
તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે. જેમાં સિલ્વર અને વાદળી કલરના ફુગ્ગા સિવાય ૫ આકારનો પણ એક ફુગ્ગો છે. તૈમૂરને દીદી સારા અલી ખાને પણ વિશ કર્યું છે. એક્ટ્રેસે તેના બર્થ ડે સેલિબ્રેશન દરમિયાનની તસવીર શેર કરી છે. જેમાં તે કેક કટ કરી રહી છે અને તૈમૂરનો હાથ પકડીને રાખ્યો છે. આ સાથે તેણે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે ટિમ ટિમ. હું તને રમકડા, ચોકલેટ, હાસ્ય, ખુશી અને પ્રેમની શુભેચ્છા પાઠવું છું.
કરિશ્મા કપૂરે તૈમૂરને વિશ કરતાં તેને ‘જાન’ ગણાવ્યો છે. કરિશ્માએ જે તસવીર શેર કરી છે તેમાં તૈમૂર માસીના ખોળામાં બેઠો છે અને હાથમાં પિચકારી છે. તેણે લખ્યું છે ‘બિગ બોય. અમારા જાનને હેપ્પી બર્થ ડે. લવ યુ ટુ મચ.
તૈમૂર એ મોટી ફોઈ સબા અલી ખાનને પણ ખૂબ વ્હાલો છે. તે ઘણીવાર તૈમૂરના બાળપણની તસવીરો શેર કરતી રહે છે. તેણે ઈનાયાના થોડા દિવસ પહેલા થયેલા બર્થ ડે સેલિબ્રેશનની તસવીર શેર કરી છે. જેમાં સોહા, સબા અને કરીના પોઝ આપી રહ્યા છે તો તૈમૂર પણ મમ્મીને ટેકો દઈને ઉભો છે. તેણે લખ્યું છે ‘ટિમ પાંચ વર્ષનો થયો. જીવનમાં તને શ્રેષ્ઠ મળે તેવી શુભેચ્છા સુરક્ષિત રહે.SSS