બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે જાસ્મિન સાથે લંડન જવાનો છે અલી
મુંબઇ, ટીવી એક્ટ્રેસ જાસ્મિન ભસીન હાલમાં એક્ટ્રેસ-ફ્રેન્ડ પૂર્ણા રાણા સાથે દુબઈના વેકેશન પર ગઈ હતી. બંને બહેનપણીઓએ ત્યાં ખૂબ મજા કરી હતી. જાે કે, જાસ્મિન ભસીનનો બોયફ્રેન્ડ અને એક્ટર અલી ગોની તેમની સાથે કોઈ કારણોસર જઈ શક્યો નહોતો.
આ દરમિયાન જાસ્મિન ભસીન અને અલી ગોની વચ્ચે બધું ઠીક ન હોવાની અટકળો વહેતી થઈ હતી. કેટલાક રિપોર્ટ્સમાં તો બંનેનું બ્રેકઅપ થઈ ગયું હોવાની વાતો કહેવામાં આવી હતી. જેના કારણે તેમના ફેન્સ ચિંતિત થયા હતા.
જાે કે, જાસ્મિન ભસીન અને અલી ગોની અંગે જે લેટેસ્ટ ખબર સામે આવી છે, તે બંનેના ચાહકોને રાહતનો શ્વાસ આપશે. એક એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, જાસ્મિન ભસીન અને અલી ગોનીનું બ્રેકઅપ થયું નથી.
આ સિવાય તેમ પણ કહેવામાં આવ્યું છે કે, બંનેએ હાલમાં જ ખૂબ પ્રેમથી વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેટ કર્યો હતો. એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ બોલિવુડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, જ્યારે તેમણે અલી ગોની પાસેથી આ અંગે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે, તે વાત પર કોમેન્ટ કરવા માગતો નથી.
જાે વધુ માહિતી જાેઈતી હોય તો તેના પીઆરનો સંપર્ક કરી શકો છો. તેમની પાસેથી આ અંગેની માહિત ચોક્કસથી મળશે. અલી ગોની જે અફવાઓ વહેતી થઈ છે તેનાથી જરાય ખુશ નહોતો. સૂત્રો દ્વારા મળેલી માહિતીના આધારે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘જાસ્મિન ભસીન અને અલી ગોની વચ્ચે બધુ ઠીક છે.
દરેક કપલ વચ્ચે ઝઘડા થાય છે અને તે સામાન્ય છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ અલગ થઈ ગયા છે. હાલમાં તેમણે વેલેન્ટાઈન્સ ડે મનાવ્યો હતો. ૨૫મી ફેબ્રુઆરીએ અલી ગોનીનો બર્થ ડે છે અને તે જાસ્મિન ભસીન સાથે તેના સેલિબ્રેશન માટે વેકેશન પર જવાનો છે.
રિપોર્ટ્સ પ્રમાણે, અલી ગોની અને જાસ્મિન ભસીન બર્થ ડે સેલિબ્રેશન માટે લંડન જવાના છે. જાે કે, આ અંગે બંને તરફથી કોઈ પુષ્ટિ થઈ નથી. એક દિવસ પહેલા પણ ખોટી ખબરો ફેલાવી રહેલા પત્રકારોને અલી ગોનીએ ટ્વીટ કરીને આડેહાથ લીધા હતા. તેણે લખ્યું હતું ‘તે વાતનું દુઃખ છે કે, તમે પત્રકાર છો અને ખોટી ખબર ફેલાવી રહ્યા છે. અને દુઃખની વાત એ છે કે, તમારું અકાઉન્ટ વેરિફાઈડ છે. તેનાથી પણ દુઃખની વાત છે પરંતુ અત્યાર માટે બસ આટલું જ. જણાવી દઈએ કે, જાસ્મિન ભસીન અને અલી ગોની વર્ષોથી સારા મિત્રો હતો.
જાે કે, બિગ બોસ ૧૪ના ઘરમાં સાથે રહેવા દરમિયાન તેમને એકબીજા પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો હતો અને બાદમાં લાગણીની ટીવી પર જ કબૂલાત કરી હતી. શો ખતમ થયો ત્યારથી બંને અત્યારસુધીમાં ઘણીવાર ડેટ તેમજ વેકેશન પર જતા જાેવા મળ્યા છે.SSS