બર્થ ડે સેલિબ્રેશન પછી શૂટિંગ માટે રવાના થઈ શ્રુતિ હાસન
મુંબઈ: થોડા સમય સુધી સિંગલ રહ્યા પછી એક્ટ્રેસ શ્રુતિ હાસનને ફરીથી પ્રેમ મળી ગયો છે. શ્રુતિ હાસન શાન્તનુ હઝારિકાને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. શાન્તનુ અને શ્રુતિ છેલ્લા થોડા સમયથી મીડિયા સામે ખુલીને આવી રહ્યા છે. મુંબઈના રસ્તા પર એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલવાથી માંડીને હાલમાં જ યોજાયેલી શ્રુતિની બર્થ ડે પાર્ટીમાં શાન્તનુ જાેવા મળ્યો હતો. હવે લાગી રહ્યું છે કે, શ્રુતિ પોતાના પ્રેમીને દુનિયાથી છુપાવા માગતી નથી. આજે શ્રુતિ આગામી ફિલ્મના શૂટિંગ માટે રવાના થઈ હતી.
ત્યારે શાન્તનુ તેને મૂકવા એરપોર્ટ આવ્યો હતો. મુંબઈ એરપોર્ટ પર શ્રુતિ અને શાન્તનુ આરામથી વાતો કરતાં ચાલતા જાેવા મળ્યા હતા. ત્યાં હાજર ફોટોગ્રાફર્સે તેમની તસવીરો લઈ રહ્યા હતા ત્યારે કપલને કોઈ વાંધો ના હોય તેવું લાગ્યું હતું. જાે કે, શ્રુતિ એરપોર્ટ પર ટિકિટ ચેકિંગ ઝોનમાં પહોંચી ત્યારે તેને અંદાજાે આવ્યો કે ટિકિટ ભૂલી ગઈ છે. ત્યારે શાન્તનુ તેની વ્હારે આવ્યો હતો.
કદાચ શ્રુતિ ટિકિટ કારમાં ભૂલી ગઈ હતી અને શાન્તનુ દોડીને લઈ આવ્યો હતો. શાન્તનુએ શ્રુતિના હાથમાં એક પાઉચ પકડાવ્યું હતું જે બાદ એક્ટ્રેસના જીવમાં જીવ આવ્યો હતો. ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો છે. શ્રુતિ પ્રભાસ સાથેની ફિલ્મ સાલારના શૂટિંગ માટે રવાના થઈ હતી.
ત્યારે શ્રુતિના એરપોર્ટ લૂકની વાત કરીએ તો તે બ્લેક ક્રોપ ટોપ, મિલિટ્રી પેન્ટમાં જાેવા મળી હતી. શ્રુતિએ ખુશી-ખુશી મીડિયાને પોઝ આપ્યા હતા. એક દિવસ પહેલા જ શ્રુતિ હાસનનો બર્થ ડે હતો.
ત્યારે તેણે બોયફ્રેન્ડ અને મિત્રો સાથે સેલિબ્રેશન કર્યું હતું. હવે બર્થ ડે સેલિબ્રેટ કર્યા પછી શ્રુતિ કામે વળગી છે.
શાન્તનુ હઝારિકા ડૂડલ આર્ટિસ્ટ અને ઈલસ્ટ્રેટર છે. ઈન્સ્ટાગ્રામ બાયોમાં શાન્તનુએ જણાવ્યું છે કે, તેણે ૨૦૧૪ની રેડબુલ વર્લ્ડ ડૂડલ આર્ટ કોમ્પિટિશન જીતી હતી. અગાઉ શ્રુતિ માઈકલ કોર્સેલ સાથે રિલેશનશીપમાં હતી.
તેણે ૨૦૧૬માં ઈન્સ્ટાગ્રામ પર પોતાના સંબંધને ઓફિશિયલ કર્યો હતો. જાે કે, એપ્રિલ ૨૦૧૯માં માઈકલે એવું ટિ્વટ કર્યું હતું જેના પરથી કપલનું બ્રેકઅપ થયું હોવાનો અંદાજાે આવ્યો હતો. બાદમાં શ્રુતિએ એક રિયાલિટી શોમાં પોતાના બ્રેકઅપ વિશે વિસ્તારથી વાત કરી હતી.