Western Times News

Gujarati News

બલિયા ગોળીકાંડનો મુખ્ય આરોપી ૧૪ દિવસ ન્યાયિક હિરાસતમાં

બલિયા, બલિયા હત્યાકાંડના મુખ્ય આરોપી ધીરેન્દ્ર પ્રતાપસિંહને ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યો છે.ધીરેન્દ્રની યુપી એસટીએફે ગઇકાલે લખનૌના જનેશ્વર પાર્કથી ધરપકડ કરી હતી.ત્યારબાદ આરોપીને બલિયામાં પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો આજે તેને ન્યાયાલયમાં હાજર કરવામાં આવ્યો હતો.

ધીરેન્દ્ર પ્રતાપ સહિત પાંચ અરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી યુપી એસટીએફે લખનૌમાં પોલીટેકિનક ચાર રસ્તાની પાસેથી ધીરેન્દ્રને પકડી પાડયો હતો. આ મામલામાં નામદર્જ આરોપી સંતોષ યાદવ અને અમરજીત યાદવને બલિયાની એક હોટલની પાસેથી પકડવામાં આવ્યો હતો ત્રણેય પર ૫૦-૫૦ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.બે અન્ય આરોપી અજયસિંહ અને ધર્મેન્દ્ર સિંહ વારાણસીથી ઝડપાયા હતાં જે બીએચયુમાં ભરતી હતાં આ મામલામાં અત્યાર સુધી ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આઇજી એસટીએફ અમિતાભ યશે કહ્યું કે ધીરેન્દ્ર પ્રતાપ લખનૌમાં છુપાયો હોવાની માહિતી મળી હતી ત્યારબાદ એસટીએફની ટીમને સક્રિય કરવામાં આવી હતી. આ મામલામાં ૨૮ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.તેમાં ૮ નામદર્જ અને ૨૦ અજાણ્યા સામેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.